ભુજ | સ્વામિનારાયણ મંદિર ખાતે ‘શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા, નરનારાયણ દેવના કર્યા દર્શન

CM bhupendra Patel Bhuj Visit
Bhuj Mandir

Kutch Bulletin, ભુજ: કચ્છની પવિત્ર ધરા પર સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત 'શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવ'માં આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. મુખ્યમંત્રીએ મહોત્સવમાં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા.

Bhuj Swaminarayan Temple
Bhuj Mandir

નરનારાયણ દેવના દર્શન અને પૂજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા આદિ ઇષ્ટદેવ ભગવાન શ્રી નરનારાયણ દેવના દર્શન અને વિધિવત પૂજન કર્યું હતું. તેમણે રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

સંતો અને હરિભક્તો સાથે મુલાકાત

આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી સ્વામી જાદવજીભગત સહિતના સંતોએ મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવની વિશેષતા: ભગવાન સ્વામિનારાયણે લખેલી 'શિક્ષાપત્રી'ના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભુજ મંદિર દ્વારા ભવ્ય દ્વિ-શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઉમટી પડ્યા છે.

કચ્છના ધાર્મિક અને સામાજિક સમાચાર મેળવવા માટે જોતા રહો Kutch Bulletin.

કચ્છના પળેપળના સમાચાર અને સચોટ અપડેટ્સ માટે જોડાઈ રહો.

👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ