અંજારને મળી મોટી ભેટ | રૂ. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનિર્મિત હાઇટેક એસ.ટી. ડેપો-વર્કશોપનું મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ

Kutch Bulletin | Vikas Mahotsav

કચ્છ બુલેટિન વિશેષ: ૧૨ વર્ષ વિશ્વાસના અને વિકાસના; અંજારમાં રૂ. ૪૮૫.૯૮ લાખના નવનિર્મિત એસ.ટી. ડેપો-વર્કશોપનું ભવ્ય લોકાર્પણ

  • રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રિબન કાપીને અંજાર એસ.ટી. ડેપોની નવીન સુવિધા જનતાને સમર્પિત કરાઈ
  • નવા આધુનિક વર્કશોપના કારણે અંજાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મળશે વધુ ગુણાત્મક એસ.ટી. બસ સેવા
  • પીએમ નરેન્દ્ર મોદીના સફળ અને ઐતિહાસિક ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે અંજારને મળી મોટી કાયમી સ્મૃતિરૂપ ભેટ

Anjar ST Depot Workshop Inauguration Kutch Gujarat

Kutch Bulletin - અંજાર : કચ્છ જિલ્લાના ઔદ્યોગિક હબ સમાન અંજાર શહેરના અને આસપાસના પ્રવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. "૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના" અને વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આજરોજ અંજાર ખાતે રૂા. ૪૮૫.૯૮ લાખના જંગી ખર્ચે નવનર્મિત એસ.ટી ડેપો-વર્કશોપનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અધતન વર્કશોપ કાર્યરત થવાથી એસ.ટી. બસોની જાળવણી વધુ સારી રીતે થશે, જેનો સીધો લાભ મુસાફરોને મળશે.

Sponsored Content

🚌 પરિવહન સેવાને નવા કલેવર સાથે વધુ સુવિધા સંપન્ન બનાવાઈ

આ ખાસ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી. પરિવહન સેવાઓ વધુ સુદ્રઢ અને આધુનિક બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાત રાજ્યની શાસન ધુરા સંભાળી હતી, ત્યારે તેમણે સરકારી પરિવહનને સામાન્ય માણસ માટે વધુ સુગમ, સમયસર અને સુવિધાજનક બનાવવાની મજબૂત શરૂઆત કરી હતી. તે જ વિઝનને આગળ ધપાવી વર્તમાન સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની પરિવહન સેવાને નવા કલેવર અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે, જેના લીધે સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોની સુખાકારીમાં મોટો વધારો થયો છે.

Anjar ST Depot Workshop Inauguration Kutch Gujarat

🤝 સરકારી એસ.ટી. તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી ટ્રાવેલ્સની સરખામણીએ આજે રાજ્ય સરકારની જાહેર પરિવહન સેવા પ્રત્યે સામાન્ય નાગરિકોનો વિશ્વાસ બહુ વધ્યો છે. અંજાર ખાતે આ નવનિર્મિત એસ.ટી. ડેપો અને સ્માર્ટ વર્કશોપના લોકાર્પણથી બસોનું મેન્ટેનન્સ સમયસર થશે અને મુસાફરોને અપાતી ગુણાત્મક સેવામાં પણ મોટો વધારો થશે. આ પ્રસંગે તેમણે એસ.ટી. વિભાગના તમામ કર્મયોગીઓ તેમજ મુસાફર નાગરિકોને એસ.ટી. પરિસરમાં સકારાત્મક અભિગમ સાથે સ્વચ્છતા અને ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સહિયારી ભૂમિકા ભજવવા ખાસ અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું કે, આજરોજ વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ભવ્ય ઉજવણી થઇ રહી છે, ત્યારે આ ગૌરવદિન અંજારના વિકાસમાં કાયમી સ્મૃતિરૂપ બની રહેશે.

Anjar ST Depot Workshop Inauguration Kutch Gujarat

👥 લોકાર્પણ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

અંજાર મુકામે આયોજિત આ ગરિમાપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપ ચાવડા, પાલિકા ઉપપ્રમુખશ્રી પરેશ માલસત્તર, કારોબારી ચેરમેનશ્રી પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરેશ ધારૂ તેમજ સ્થાનિક અગ્રણીઓ આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, વસંત કોડરાણી અને ડેની શાહ સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ વિભાગીય નિયામકશ્રી વી.એલ.ચૌધરી, અંજાર મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા તથા ચીફ ઓફિસરશ્રી તુષારભાઇ ઝાલરીયા સહિત એસ.ટી. નિગમના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં અંજારના નગરજનો વિકાસ કાર્યોના સાક્ષી બન્યા હતા.

Anjar ST Depot Workshop Inauguration Kutch Gujarat

🚩 અંજાર એસ.ટી. માટે નવો અધ્યાય: વર્ષો જૂના ડેપોને નવું આધુનિક સ્વરૂપ મળતાં મુસાફરો માટે બેસવાની, પીવાના પાણીની અને શૌચાલય સહિતની સુવિધાઓ વધુ સુઘડ બનશે. આ સાથે જ અંજારથી લોકલ અને લાંબા અંતરની દોડતી બસોને ત્વરિત ટેકનિકલ સર્વિસ મળી રહેશે, જેથી બસો અધવચ્ચે બગડવાના બનાવો નહિવત બનશે.

કચ્છના સાંસ્કૃતિક, ધાર્મિક અને સ્થાનિક સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ