મુંદરાથી મુંબઈ, ગોવા અને હિંડન માટે શરૂ થશે નવી ફ્લાઇટ્સ | મુંદરા-મુંબઈ ફ્લાઇટનું ભાડું માત્ર ₹૪,૪૯૯ થી શરૂ, જાણો તમામ રૂટ્સનો સમય અને વિગત

Aviation | Kutch Bulletin Business

સ્ટાર એર દ્વારા ૨૫ એપ્રિલથી મુંદરાથી નવી ફ્લાઇટ્સનો પ્રારંભ: મુંબઈ, ગોવા અને હિંડન સાથે જોડાશે કચ્છ

Star Air New Flights Mundra Kutch Bulletin News

Kutch Bulletin - મુંદરા - ભુજ: કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા મુંદરા માટે હવાઈ મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર એરલાઇન્સ દ્વારા આગામી ૨૫ એપ્રિલથી મુંદરાને દેશના ત્રણ મહત્વના શહેરો મુંબઈ, ગોવા અને હિંડન સાથે સીધી હવાઈ સેવા દ્વારા જોડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સેવાઓ શરૂ થવાથી કચ્છના પ્રવાસન અને વેપાર ઉદ્યોગને મોટો વેગ મળશે.

📍 મુંદરા - મુંબઈ ફ્લાઇટ શિડ્યુલ

મુંદરા અને મુંબઈ વચ્ચેની ફ્લાઇટ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવારે ઉપલબ્ધ રહેશે. જેમાં મુંબઈથી બપોરે ૧૨:૪૫ વાગ્યે ઉપડીને ફ્લાઇટ ૧૪:૧૫ વાગ્યે મુંદરા પહોંચશે, જ્યારે વળતી ફ્લાઇટ મુંદરાથી ૧૪:4૫ વાગ્યે ઉપડીને ૧૬:૧૫ વાગ્યે મુંબઈ પહોંચશે. આ રૂટનું શરૂઆતી ભાડું ૪,૪૯૯ રૂપિયા રાખવામાં આવ્યું છે.

Sponsored Content

🌴 ગોવા (મોપા એરપોર્ટ) કનેક્ટિવિટી

મુંદરાને ગોવાના મોપા એરપોર્ટ સાથે પણ જોડવામાં આવશે. આ ફ્લાઇટ સોમવારથી ગુરુવાર અને શુક્રવાર તેમજ રવિવારે કાર્યરત રહેશે. ગોવા થી સવારે ૮:૩૦ વાગ્યે ફ્લાઇટ ઉપડશે અને સાંજે ૧૭:૦૫ વાગ્યે મુંદરાથી ગોવા માટે પરત રવાના થશે, જેનું લઘુત્તમ ભાડું ૫,૦૯૯ રૂપિયા નક્કી કરાયું છે.

✈️ હિંડન (ગાઝિયાબાદ) કનેક્ટિવિટી

ઉત્તર ભારત સાથે કનેક્ટિવિટી વધારવા માટે મુંદરાથી હિંડન વચ્ચે પણ વિશેષ ફ્લાઇટ શરૂ કરાશે. મંગળવાર અને બુધવારે આ ફ્લાઇટ મુંદરાથી ૧૩:૪૫ વાગ્યે ઉપડશે, જ્યારે ગુરુવારે તેનો સમય સવારે ૧૦:૪૫ વાગ્યે રહેશે. હિંડનથી મુંદરા આવતી ફ્લાઇટ મંગળવાર અને બુધવારે ૧૬:૧૫ વાગ્યે અને ગુરુવારે ૧૩:૧૫ વાગ્યે ઉપડશે. આ રૂટનું શરૂઆતી ભાડું પણ ૫,૦૯૯ રૂપિયા રાખવામાં આવ્યું છે.

સંજય ઘોડાવત ગ્રુપની સ્ટાર એર દ્વારા આ નવી ફ્લાઇટ્સની જાહેરાત કરવામાં આવી છે, જે કચ્છના મુસાફરો માટે પ્રવાસને વધુ ઝડપી અને સરળ બનાવશે.

કચ્છના સમાચાર અને ટ્રાવેલ અપડેટ્સ માટે:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ