Election 2026 | Bhuj Update
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ભુજમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ
Kutch Bulletin : આગામી તા.૨૬.૪.૨૦૨૬ ના રોજ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જીલ્લામાં તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત,નગરપાલિકા અને મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કચ્છ જિલ્લામાં આ ચૂંટણીઓ સંદર્ભે મતદાન જાગૃતિ આવે અને નવા નોંધાયેલ મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સુકતા જાગે તેવા હેતુસર આજરોજ જિલ્લા મથક ભુજ ખાતે આર.ડી.વરસાણી વિધાલય, ભુજ ના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી.
📍 કલેક્ટર આનંદ પટેલે આપી લીલી ઝંડી
આજની આ રેલીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી અપાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભુજના આર.ડી.વરસાણી વિધાલયથી શરૂ થઈ ને જયુબિલી ગ્રાઉન્ડ સુધી રેલી યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર અને તેમની સમગ્ર ટીમ દ્વારા દ્વારા આજની રેલીનું આયોજન થયેલ જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા.
Sponsored Content
🤝 વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિ
આજના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી શ્રી એ.બી.જાદવ, મામલતદાર શ્રી તેજસ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.જી.ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી શ્રી દશરથ દેસાઈ, ઇ.આઈ. શ્રી મહેશદાન ગઢવી અને શ્રીમતિ કંચનબેન તેમજ વર્ગ ૨ અધિકારીઓ, એ. ઈ.આઈ શ્રી પરેશ અજાણી, આર.ડી.વરસાણી હાઇસ્કુલ ના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ અને મનજીભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને આર.ડી.વરસાણી વિધાલયના આચાર્યશ્રી કોમલબેન ઠક્કર અને તેમનો સંપૂર્ણ સટાફ જોડાયો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના શ્રી એસ.એસ.ભાટી અને શ્રી જી.જી.નાકર એ જહેમત ઉઠાવી હતી.
વધુ વાંચો:
કચ્છના તમામ મહત્વના સમાચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ