ગુજરાતમાં કચ્છની અનોખી પહેલ ૯૧૦ તળાવોને મળ્યો સત્તાવાર મહેસૂલી દરજ્જો | કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં ૫૬૦૦ એકર જમીન 'નીમ' કરાઈ

ભુજ: Kutch Bulletin ના ખાસ અહેવાલ મુજબ, સરહદી કચ્છ જિલ્લામાં જળ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. Kutch Latest News કલેક્ટરશ્રી આનંદ પટેલના વિઝન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા માત્ર ત્રણ મહિનામાં ૨૮૧ ગામોના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી તેમને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.

Kutch Collector Anand Patel reviewing pond revenue records and water conservation campaign.


૫૬૦૦ એકરથી વધુ જમીન 'નીમ' કરાઈ

કચ્છના ૧૦ તાલુકાઓમાં પથરાયેલા આ તળાવોની અંદાજે ૫૬૯૧ એકર જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે ડીઆઈએલઆર (DILR) દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે માપણી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં ક્ષેત્રફળ બાબતે કોઈ વિવાદ ન રહે અને ગેરકાયદેસર દબાણો અટકાવી શકાય.

જળસંચય અને બ્યુટીફિકેશનને મળશે વેગ

તળાવોને સત્તાવાર મહેસૂલી દરજ્જો મળવાથી હવે 'સુજલામ સુફલામ યોજના' અને 'અમૃત સરોવર' જેવી યોજનાઓ હેઠળ જળસંચયના કામો સુચારુરૂપે થઈ શકશે. આ સાથે જ વન વિભાગ દ્વારા તળાવોની આસપાસ વૃક્ષારોપણ અને સ્થાનિક ઓથોરિટી દ્વારા બ્યુટીફિકેશનના પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાશે. ભુજ શહેરના પણ ૨૧ તળાવોને આ ઝુંબેશ હેઠળ નીમ કરવામાં આવ્યા છે.

તાલુકો નીમ કરાયેલ તળાવો
ભુજ૩૧૩
અંજાર૧૩૨
નખત્રાણા૧૬૩
અબડાસા૮૭
અન્ય તાલુકાઓ૨૧૫
કુલ૯૧૦

ભૂગર્ભ જળ સ્તરમાં થશે સુધારો

કલેક્ટરશ્રીની આ પહેલથી સૌથી મોટો ફાયદો ભવિષ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા આવવામાં થશે. તળાવોમાં પાણીનો સંગ્રહ વધવાથી આસપાસના ટ્યૂબવેલ અને કુવાઓના જળસ્તર સુધરશે, જે પશુપાલન અને ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વહીવટી તંત્રની આ કામગીરી પર્યાવરણ રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.


વધુ વાંચો:


કચ્છના વહીવટી તંત્ર અને વિકાસના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ