કચ્છની સરહદી સુરક્ષા વધુ મજબૂત થશે | નારાયણ સરોવરમાં મરીન ટાસ્ક ફોર્સ માટે રૂ. ૫૫૩ લાખના ખર્ચે નવા આવાસ: મંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમૂહુર્ત

નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત

"સરહદી વિસ્તારમાં સુવિધાસભર આવાસ બનતા પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે" : રાજ્યમંત્રી

Minister Kamlesh Patel Narayan Sarovar Marine Task Force Housing Foundation Stone

નારાયણ સરોવર (લખપત) - કચ્છ બુલેટિન: કચ્છ જિલ્લાના પશ્ચિમ છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ખાતે સરહદી સુરક્ષા અને પોલીસ પરિવારની સુખાકારી માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ. ૫૫૩.૭૫ લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિધિવત ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

Minister Kamlesh Patel Narayan Sarovar Marine Task Force Housing Foundation Stone

🛡️ સુરક્ષા અને સુવિધાનો સંગમ:

  • બજેટ: મરીન ટાસ્ક ફોર્સ માટે રૂ. ૫૫૩.૭૫ લાખના ખર્ચે આધુનિક આવાસો તૈયાર થશે.
  • હેતુ: છેવાડાના સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોને ઘર જેવી સુવિધા મળી રહે.
  • મૂલાકાત: મંત્રીશ્રીએ નારાયણ સરોવર મંદિરના દર્શન કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાનના સુરક્ષા સંકલ્પને વેગ

આ પ્રસંગે રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે હંમેશા કટિબદ્ધ છે. આ જ દિશામાં આગળ વધતા રાજ્ય સરકાર પણ સેના અને પોલીસના જવાનોની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. નારાયણ સરોવર જેવા દુર્ગમ અને સંવેદનશીલ વિસ્તારમાં આધુનિક આવાસ બનવાથી જવાનો વધુ કુશળતાથી પોતાની ફરજ બજાવી શકશે.

Minister Kamlesh Patel Narayan Sarovar Marine Task Force Housing Foundation Stone

ઉપસ્થિત મહાનુભાવો

આ ખાતમૂહુર્ત વિધિ સમયે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અગ્રણી શ્રી ગણપતભાઈ રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ શ્રી સોનલ લાલજી મહારાજ, મરીન ડિવાયએસપી બી.કે. ઝાલા, પી.આઈ. કુનિયા સહિતના મહાનુભાવો અને મરીન કમાન્ડો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

📌 નારાયણ સરોવરમાં આ સુવિધા ઊભી થતા કચ્છની દરિયાઈ સીમાની સુરક્ષા કરતા જવાનોના મનોબળમાં વધારો થશે.

કચ્છના સરકારી અને સુરક્ષાના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:

Join WhatsApp Channel

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ