Kutch Bulletin: આવતીકાલે કોલંબોમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ T20 વર્લ્ડ કપ મેચ પહેલા એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોને પૂછવામાં આવ્યું કે શું બંને ટીમો મેચ પહેલા કે પછી હાથ મિલાવશે, ત્યારે બંનેએ રહસ્યમય જવાબો આપીને સસ્પેન્સ વધારી દીધું છે.
"૨૪ કલાક રાહ જુઓ" - સૂર્યકુમાર યાદવ
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે હસતા મુખે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, "આ માટે ૨૪ કલાક રાહ જુઓ. અત્યારે તેના પર આટલું ધ્યાન કેમ આપો છો? અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ અને અમે સારું ક્રિકેટ રમીશું. આ તમામ નિર્ણયો અમે આવતીકાલે લઈશું. અત્યારે શાંતિથી જમો અને સુઈ જાઓ."
પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની પ્રતિક્રિયા
બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પણ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, "આવતીકાલે જોઈશું શું થાય છે." જોકે, તેમણે ઉમેર્યું હતું કે ક્રિકેટ યોગ્ય ભાવનાથી રમવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આતંકી હુમલા બાદ રમાયેલી એશિયા કપની મેચોમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા.
વર્લ્ડ કપમાં ભારતનો દબદબો
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી ૮ વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ભારતનો ૭-૧ થી જોરદાર દબદબો રહ્યો છે. બંને ટીમો પોતાની પ્રથમ બે મેચ જીતીને મજબૂત લયમાં છે, ત્યારે આવતીકાલની મેચ માત્ર રમત જ નહીં પણ ભાવનાત્મક રીતે પણ અત્યંત મહત્વની બની રહેશે.
વધુ વાંચો:
દેશ-દુનિયા અને રમતજગતના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ