કચ્છ રેલવે મેગા બ્લોક | ગાંધીધામ-આદિપુર વચ્ચે કામગીરીને પગલે ૫ થી ૧૩ ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ અને રૂટ પરિવર્તન | જાણો સંપૂર્ણ વિગત

Kutch Railway Mega Block Gandhidham Adipur Train Schedule Changes

Kutch Bulletin: ભુજ-ગાંધીધામ : રેલવે દ્વારા કચ્છમાં માળખાકીય કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગાંધીધામથી આદિપુર સુધી ચોથી લાઈનની કામગીરી માટે રેલવે પ્રશાસન દ્વારા આગામી તા. ૫ ફેબ્રુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે કચ્છ આવતી-જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે.

ગાંધીધામ-આદિપુર લાઈન ડિસકનેક્ટ થશે

રેલવેના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ, આ કામગીરી દરમિયાન ગાંધીધામથી આદિપુર તરફ આવતી રેલવે લાઈનને ડિસકનેક્ટ કરવામાં આવશે. આ સ્થિતિમાં જે ટ્રેનો ભુજથી આવશે તે આદિપુર ખાતે થોભશે. ગાંધીધામના પ્રવાસીઓએ આ દરમિયાન આદિપુર સ્ટેશન ખાતેથી ટ્રેન પકડવાની રહેશે.

કઈ ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી?

  • ટ્રેન નં. ૧૯૪૦૬ (ગાંધીધામ-પાલનપુર): ૫ થી ૧૩ ફેબ્રુઆરી સુધી બંને દિશામાં રદ.
  • ભુજ-બાન્દ્રા (સાપ્તાહિક): બંને દિશામાં રદ.
  • ટ્રેન નં. ૦૯૪૧૫/૧૬ (બાન્દ્રા-ગાંધીધામ): ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ રદ.
  • બાન્દ્રા-ભુજ (૦૯૦૦૯/૧૦/૧૧/૧૨): તા. ૮ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન રદ.

રૂટ પરિવર્તન અને ટૂંકાવેલી ટ્રેનો

ઘણી ટ્રેનોને ગાંધીધામ સુધી જ દોડાવવામાં આવશે અને ત્યાંથી જ પરત રવાના કરાશે:

  • કચ્છ એક્સપ્રેસ: તા. ૫, ૬, ૭ અને ૮ ફેબ્રુઆરીના રોજ ગાંધીધામ ખાતે ટૂંકાવવામાં આવશે.
  • સયાજીનગરી એક્સપ્રેસ: તા. ૬, ૭, ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના રોજ પરિવર્તિત માર્ગ (ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુર) થઈને ભુજ પહોંચશે.
  • બરેલી-ભુજ અને દિલ્હી સરાઈ રોહિલ્લા: બ્લોક દરમિયાન ગાંધીધામ ખાતે ટૂંકાવવામાં આવશે.
  • ભુજ-બરેલી (તા. ૧૧-૧૨): આ ટ્રેન સામખિયાળી સુધી જ દોડાવાશે.
  • ગાંધીધામ-ભગત કી કોઠી: તા. ૧૧-૧૨ ફેબ્રુઆરીના રોજ ભીલડી સુધી જ દોડાવાશે.

મુસાફરો માટે મહત્વની સૂચના

રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ટ્રેનો ભુજ સુધી લંબાવાશે તે ગાંધીધામ સ્ટેશન પર નહીં આવે. ગાંધીધામના મુસાફરોએ આદિપુર સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. મુસાફરોએ ટ્રેનમાં બેસતા પહેલા સત્તાવાર હેલ્પલાઈન અથવા સ્ટેશન પર પૂછપરછ કરી લેવી હિતાવહ છે.


આ પણ વાંચો:


કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ