Kutch Bulletin: કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુમરાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ કાર્યરત ઝુરા ગામના આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તમ કામગીરી નોંધાવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ કેન્દ્રને ૯૧.૪૦ ટકા ગુણ સાથે એનક્યુએએસ (NQAS - National Quality Assurance Standard) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
ગુણવત્તાસભર સેવાઓનું પરિણામ
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકન દરમિયાન આરોગ્ય કેન્દ્રની સેવાઓ, સ્વચ્છતા, દર્દીઓને મળતી સુવિધા અને વ્યવસ્થાપનની ઉચ્ચ ગુણવત્તા નોંધાઈ હતી. આ સફળતા પાછળ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓની સતત મહેનત રહેલી છે.
સમગ્ર ટીમની જહેમત રંગ લાવી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.રવિકુમાર બાવરવા તથા ડો.રોહિત ભીલના માર્ગદર્શન હેઠળ ઝુરાના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. આ સિદ્ધિ મેળવવામાં નીચે મુજબના સ્ટાફ અને આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો છે:
- ડો. વિશાલભાઈ કલસરીયા (મેડિકલ ઓફિસર)
- ડો.જીતુભાઈ નોરીયા (આયુષ મેડિકલ ઓફિસર)
- વિનોદભાઈ સુથાર અને ધ્રુવલભાઈ વરીઆ (સીએચઓ)
- મિતલબેન ભાનુશાલી અને નીતિનભાઈ ભાનુશાલી
- ઝુરાના સરપંચ તુષારભાઈ ભાનુશાલી
શું છે NQAS પ્રમાણપત્ર?
નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) એ કેન્દ્ર સરકાર દ્વારા હોસ્પિટલોમાં દર્દીઓની સુવિધા, દવાની ઉપલબ્ધતા, સ્ટાફની વર્તણૂક અને બિલ્ડિંગની સ્વચ્છતા જેવા કડક માપદંડોના આધારે આપવામાં આવતું પ્રમાણપત્ર છે. ૯૦ ટકાથી વધુ ગુણ મેળવવા એ ખૂબ જ ગૌરવની વાત ગણાય છે.
વધુ વાંચો:
- કચ્છની નવી મતદાર યાદી જાહેર: ૧૯,૩૭૬ નવા મતદારો ઉમેરાયા
- ગાંધીધામમાં ₹૧૮૨ કરોડનું સાયબર કૌભાંડ: વાંચો વિગતવાર
કચ્છની આવી જ ગૌરવશાળી અને પોઝિટિવ ખબરો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ