કચ્છની આખરી મતદાર યાદી જાહેર | જિલ્લામાં ૧૯,૩૭૬ નવા મતદારો ઉમેરાયા, કુલ આંકડો ૧૪.૯૫ લાખને પાર

Kutch Bulletin: કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના અંતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખ મુજબ હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં કચ્છમાં કુલ મતદારોની સંખ્યામાં ૧.૩૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

Statistics showing the increase in voters in Kutch district for the year 2026.


કુલ ૧૪.૯૫ લાખથી વધુ મતદારો

સાડા ત્રણ મહિના ચાલેલી આ સઘન ઝુંબેશ બાદ કચ્છ જિલ્લામાં મતદારોનો કુલ આંકડો હવે ૧૪,૯૫,૭૮૫ પર પહોંચ્યો છે. અગાઉની મુસદ્દા યાદીમાં ૧૪,૭૬,૪૦૯ મતદારો નોંધાયેલા હતા, જેની સામે આખરી યાદીમાં ૧૯,૩૭૬ મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે.

૩૨ હજારથી વધુ નવા નામની નોંધણી

ચૂંટણી તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન:

  • નવા નામની નોંધણી: ૩૨,૭૯૫ નવા મતદારો ઉમેરાયા.
  • નામ દૂર કરવામાં આવ્યા: ૧૩,૪૧૯ (અવસાન અથવા સ્થળાંતરના કારણે).
  • ચોખ્ખો વધારો: ૧૯,૩૭૬ મતદારો.

ઓનલાઇન ચકાસી શકાશે નામ

જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, હવે મતદારો પોતાના અધ્યતન ફોટોગ્રાફ્સ સાથેની વિગતો મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ અથવા 'વોટર હેલ્પલાઇન એપ' પર જઈને ચકાસી શકે છે. જે નાગરિકોના નામ હજુ પણ નોંધાયા નથી, તેઓ નિયત ફોર્મ ભરીને ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી હજુ પણ સુધારો કરાવી શકે છે.


વધુ વાંચો:


કચ્છની દરેક પળની અપડેટ માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ