અંજારની ભવ્ય રામનવમી રથયાત્રામાં યોજાશે ‘લાઈવ ફોટોગ્રાફી’ સ્પર્ધા | વિજેતાઓને મળશે ₹ ૨૧,૦૦૦ સુધીના રોકડ પુરસ્કારો!

Cultural Event | Anjar Kutch

ફોટોગ્રાફર્સ અને રીલ્સ બનાવનારાઓ માટે સોનેરી તક: ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રામાં ‘સોશિયલ મીડિયા રાઈવલરી’: અંજારમાં કલાકારોનો જામશે જમાવડો, જાણો કેવી રીતે લેવો ભાગ ?

કચ્છ બુલેટિન - અંજાર: કચ્છની સંસ્કારી નગરી અંજારમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા આ વર્ષે માત્ર ભક્તિ જ નહીં, પણ કળા અને સર્જનાત્મકતાનો સંગમ પણ બની રહેશે. શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અને અંજાર ફોટોગ્રાફર્સ-વિડીયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતના કલાકારો માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

Anjar Ramnavami Rathyatra Live Photography and Social Media Contest 2026 Kutch Bulletin

📸 ગુજરાતભરના કલાકારોને ખુલ્લું આમંત્રણ

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ગણાતી આ રથયાત્રામાં ફોટોગ્રાફીના શોખીનો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પોતાની કળા પ્રદર્શિત કરવાની સોનેરી તક છે. આ સ્પર્ધા તદ્દન નિ:શુલ્ક છે, જેમાં અંદાજે ૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લે તેવી શક્યતા છે.

📍 સ્પર્ધાની વિગત:

તારીખ: ૨૭ માર્ચ, ૨૦૨૬

સમય: સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૦:૦0 વાગ્યા સુધી

સ્થળ: અંજાર (રથયાત્રા રૂટ)

💰 આકર્ષક ઇનામોની વણઝાર

  • પ્રથમ ઇનામ: ₹ ૨૧,૦૦૦/-
  • દ્વિતીય ઇનામ: ₹ ૧૧,૦૦૦/-
  • તૃતીય ઇનામ: ₹ ૭,૧૦૦/-
  • આશ્વાસન પુરસ્કારો: ₹ ૧,૦૦૦/- ના ૫ ઇનામો
  • તમામ સહભાગીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાશે.

⚠️ સ્પર્ધાના નિયમો અને શરતો:

  • ફોટોગ્રાફી: 5 MB ની સાઈઝમાં વધુમાં વધુ ૫ ઓરિજિનલ ફોટા મોકલી શકાશે.
  • રીલ્સ: સોશિયલ મીડિયા માટે વધુમાં વધુ ૩ રીલ્સ (મ્યુઝિક સાથે) માન્ય ગણાશે.
  • ડેડલાઇન: ફોટો/વીડિયો મોકલવાની છેલ્લી તારીખ ૩૦/૦૩/૨૦૨૬ છે.
  • મેઈલ: ramrathyatra@gmail.com પર નામ અને મોબાઈલ નંબર સાથે મોકલવા.
  •  વધુ વિગત માટે સંપર્ક:
  •  મોબા. 97253 21122, 94280 06080

✨ અંજાર રથયાત્રાની વિશેષતાઓ

અંજારની આ રથયાત્રા ૫ કિમી લાંબા રૂટ પર નીકળશે, જેમાં ૪૦ થી વધુ આકર્ષક ફ્લોટ્સ અને ૧ લાખથી વધુ ભક્તો જોડાશે. રથયાત્રા દરમિયાન સેવા માટે ૨૫ જેટલા સેવા કેમ્પ પણ કાર્યરત રહેશે.

કચ્છના દરેક ઉત્સવની અપડેટ મેળવવા માટે:

Follow Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ