કચ્છ યુનિવર્સિટીની ઐતિહાસિક સિદ્ધિ | ઘઉંની ક્વોલિટી જાણવાની પદ્ધતિને મળી ૨૦ વર્ષ માટે પેટન્ટ | CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન!

Education & Innovation | Kutch University

કચ્છ યુનિવર્સિટીની ઐતિહાસિક સફળતા: ઘઉંની ગુણવત્તા જાણવાની પદ્ધતિને મળી ૨૦ વર્ષની પેટન્ટ; મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન

કચ્છ બુલેટિન - ભુજ : કચ્છ યુનિવર્સિટી, ભુજને ઘઉંની ક્વોલિટી જાણવા વિકસાવેલી રેપિડ ટેસ્ટ પધ્ધતિને ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટેન્ટ મળતા આ શોધ અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છ યુનિવર્સિટીના શોધ સાથે જોડાયેલા પ્રાધ્યપકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Kutch University Wheat Quality Rapid Test Patent CM Bhupendra Patel Kutch Bulletin

🎓 કચ્છના તેજસ્વી તારલાઓની કમાલ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા વર્ષ ૨૦૨૧માં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ચેલેન્જમાં કચ્છ યુનિવર્સિટીમાં એનાલિટિકલ કેમેસ્ટ્રિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ એસોસિયેટ પ્રોફેસર ડો. વિજય રામના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. આ તદ્દન નવી પદ્ધતિ હોવાથી ભારત સરકાર દ્વારા પેટેન્ટ એક્ટ, ૧૯૭૦ હેઠળ ૨૦ વર્ષ માટે કચ્છ યુનિવર્સિટીને આ પેટન્ટ એનાયત કરવામાં આવી છે.

🎙️ મુખ્યમંત્રીશ્રીનો અભિનંદન સંદેશ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજે પ્રત્યેક ક્ષેત્ર માટે સંશોધન કાર્ય મહત્વપૂર્ણ બની રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’માં ‘જય અનુસંધાન’નો ઉમેરો કર્યો છે, અને કચ્છ યુનિવર્સિટીની આ સિદ્ધિ તે દિશામાં એક મજબૂત કદમ છે.” મુખ્યમંત્રીશ્રીએ રસાયણશાસ્ત્રના પ્રાધ્યપકો તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

🌾 કેમ મહત્વની છે આ શોધ?

ભારત સરકારના FCI દ્વારા દેશભરમાં ૨૫૦૦ જેટલા ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે જ્યાં ઘઉં, ચોખા વગેરે અનાજ સંગ્રહિત થાય છે. આ ગોડાઉનમાં રહેલા પાકની ગુણવત્તા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી તે જાણવું ખૂબ જરૂરી છે. કચ્છ યુનિવર્સિટીની આ રેપિડ ટેસ્ટ પદ્ધતિથી અનાજની ક્વોલિટી ઝડપથી અને સચોટ રીતે જાણી શકાશે. આવનારા દિવસોમાં આ પેટન્ટનું કોમર્શિયલ લાયસેન્સિંગ પણ કરવામાં આવશે.

કચ્છના પોઝિટિવ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:

Follow Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ