ગુજરાતમાં વસ્તીગણતરી કેમ પાછી ઠેલાઈ? જાણો કયા રાજ્યોમાં પ્રક્રિયા શરૂ થઈ | જાણો પૂછવામાં આવનારા ૩૩ સવાલોનું લિસ્ટ

India Census 2026 | National News

વસ્તીગણતરી : તમારે કઈ માહિતી આપવી પડશે અને કયા દસ્તાવેજો બતાવવા પડશે?

Kutch Bulletin : ભારતમાં લગભગ 15 વર્ષના ગાળા પછી વસ્તીગણતરીનો પ્રારંભ થયો છે, જે દુનિયામાં આ પ્રકારની સૌથી મોટી કવાયત ગણાશે. અલગ અલગ બે તબક્કામાં થનારી આ કવાયત સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલશે જેમાં લગભગ 30 લાખ કર્મચારીઓ જોડાવાના છે. તેમાં દેશની દરેક વ્યક્તિની નોંધણી કરીને તેમના વિશે ડેટા તૈયાર કરવામાં આવશે.

India Census 2026 33 Questions List Self Enumeration Kutch Bulletin

દરેક વસ્તીગણતરી વખતે લોકોને કેટલાક સવાલો પૂછવામાં આવે છે. આ વખતે ૩૩ સવાલો કરવામાં આવશે જેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લોકોના મનમાં પ્રશ્નો છે, જેમ કે શું ભાગ લેવું ફરજિયાત છે? કોઈ દસ્તાવેજો દેખાડવા પડશે? સરકારી અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે?

📊 વસ્તીગણતરીમાં કયા ૩૩ સવાલો પૂછાશે?

વસ્તીગણતરીની વેબસાઇટ મુજબ તમારે આટલા સવાલોની માહિતી આપવાની રહેશે:

૧. તમારા બિલ્ડિંગનો નંબર | ૨. તમે જ્યાં રહો છો તે ઘરનો નંબર | ૩. ઘરનું ભોંયતળિયું કઈ સામગ્રીનું બનેલું છે? | ૪. ઘરની દીવાલો શેની બનેલી છે? | ૫. ઘરની છત શેની બનેલી છે? | ૬. ઘરનો ઉપયોગ | ૭. ઘરની સ્થિતિ કેવી છે? | ૮. પરિવારમાં કેટલા સભ્યો છે? | ૯. ઘરમાં સામાન્ય રીતે કેટલા લોકો રહે છે? | ૧૦. પરિવારના વડાનું નામ | ૧૧. પરિવારના વડાનું લિંગ | ૧૨. જાતિ (સામાન્ય, SC, ST અથવા OBC) | ૧૩. ઘરની માલિકીની સ્થિતિ | ૧૪. ઘરમાં રૂમની સંખ્યા | ૧૫. ઘરમાં પરિણીત યુગલોની સંખ્યા | ૧૬. પીવાના પાણીનો સ્ત્રોત | ૧૭. પીવાના પાણીની ઉપલબ્ધતા | ૧૮. વીજળીનો સ્ત્રોત | ૧૯. શૌચાલયની ઉપલબ્ધતા | ૨૦. શૌચાલયનો પ્રકાર | ૨૧. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા | ૨૨. બાથરૂમની ઉપલબ્ધતા | ૨૩. ગૅસ કનેક્શન (LPG/PNG) | ૨૪. રસોઈનું મુખ્ય ઇંધણ | ૨૫. ઘરમાં રેડિયો /ટ્રાન્ઝિસ્ટર છે? | ૨૬. ઘરમાં ટીવી છે? | ૨૭. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવો છો? | ૨૮. લેપટૉપ અથવા કમ્પ્યુટર છે? | ૨૯. ટેલિફોન/મોબાઇલ/સ્માર્ટ ફોન છે? | ૩૦. સાયકલ/સ્કૂટર/મોટરસાઇકલ છે? | ૩૧. કાર/જીપ/વાન છે? | ૩૨. મુખ્યત્વે કયું અનાજ ખાવ છો? | ૩૩. મોબાઇલ નંબર (માત્ર વસ્તીગણતરીના હેતુસર)

📍 ગુજરાતમાં વસ્તીગણતરી અંગે મહત્વના સમાચાર

ગુજરાતમાં વસ્તી ગણતરીની રાહ જોઈ રહેલા નાગરિકો માટે સમાચાર છે કે રાજ્યમાં અત્યારે પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થશે. ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ જ ગુજરાતમાં વસ્તી ગણતરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.

 સામાન્ય પ્રશ્નો અને જવાબો

૧. વસ્તીગણતરીમાં ભાગ લેવું ફરજિયાત છે?
હા. સેન્સસ ઍક્ટ, 1948 મુજબ વસ્તીગણતરીમાં ભાગ લેવો ફરજિયાત છે. જાણી જોઈને જવાબ ન આપવા બદલ ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

૨. તમારે કોઈ દસ્તાવેજ દેખાડવા પડશે?
તમારે કોઈ દસ્તાવેજ આપવાના નથી. તમે જે માહિતી આપશો તેના આધારે કર્મચારી માહિતી રેકૉર્ડ કરશે. કોઈ દસ્તાવેજી પુરાવા આપવાના નથી, પરંતુ માહિતી સત્તાવાર હોવી જોઈએ.

૩. સ્વ-ગણતરી (Self-Enumeration) કેવી રીતે કરવી?
તમે se.census.gov.in પોર્ટલ પર જઈ મોબાઈલ નંબરથી લોગિન કરી વિગતો ભરી શકો છો. સબમિટ કર્યા પછી SE ID મેળવો અને જ્યારે ગણતરીકાર ઘરે આવે ત્યારે તેમને આ ID આપો.

અંગત માહિતીની સુરક્ષા: સેન્સસ ઍક્ટના સેક્શન 15 હેઠળ તમારી અંગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને કોઈને શૅર નહીં કરાય. માત્ર સરેરાશ ડેટા જ વહીવટી સ્તરે જાહેર કરાશે.

💡 અન્ય ઉપયોગી વિગતો

  • પોર્ટલ ૧૬ ભાષાઓને સપોર્ટ કરે છે.
  • પરિવારના વડા અથવા કોઈ પણ પુખ્ત સભ્ય આખા પરિવારની માહિતી ભરી શકે છે.
  • જો તમે ભાડાના મકાનમાં રહો છો અને માલિકીનું ઘર બીજે છે, તો તેવો ચોક્કસ વિકલ્પ પસંદ કરી શકો છો.
  • ફાઇનલ સબમિટ પછી ભૂલ જણાય તો કર્મચારી ઘરે આવે ત્યારે તેને સુધારો કરાવી શકાય છે.

વસ્તીગણતરીની દરેક લેટેસ્ટ અપડેટ માટે જોઈન કરો:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ