UP ATS એ આતંકી મોડ્યુલનો કર્યો પર્દાફાશ | ચારબાગમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ | સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આરોપીઓ

National Security | Breaking News

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધ ષડયંત્ર

Kutch Bulletin - Anti National Activities : દેશમાં મોટી આતંકી ઘટનાના કાવતરાનો પર્દાફાશ કરતાં યુપી ATSને લખનઉમાં મોટી સફળતા મળી છે. ATS દ્વારા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય લખનઉના ચારબાગમાં બ્લાસ્ટ કરવા આવ્યા હતા, પરંતુ તે પહેલા જ ATSએ તેમને ઝડપી પાડ્યા હતા. આ પૈકી બે આતંકીઓ મેરઠના અને બે નોઈડાના રહેવાસી છે. ધરપકડ કરાયેલા તમામ આતંકીઓ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા.

UP ATS Arrests 4 Terrorists Lucknow Charbagh Blast Plot Kutch Bulletin

🛑 લખનઉના ચારબાગમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો હતો

ધરપકડ કરાયેલા આતંકીઓમાં મુખ્ય આરોપી નાઈ તરીકે કામ કરતો હતો, જે તેની આડમાં દેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. ATSને આતંકીઓ લખનઉમાં હોવાની માહિતી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચારેય આતંકીઓની ધરપકડ દરમિયાન ATSએ તેમની પાસેથી એક કેન જ્વલનશીલ પદાર્થ, સાત સ્માર્ટફોન, 24 પત્રિકાઓ અને આધાર કાર્ડ જપ્ત કર્યા છે.

રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ: ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે, દેશમાં દહેશત ફેલાવવાની તૈયારીમાં લાગેલા મેરઠના અગવાનપુર ગામ, પરીક્ષિતગઢ વિસ્તારના સાકિબ ઉર્ફે ડેવિડ (25), મેરઠના અરબાબ (20), ગૌતમબુદ્ધ નગરના રામ વિહાર નિવાસી વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક (27) અને રામ વિહાર કોલોની ગૌતમબુદ્ધ નગરના જ લોકેશ ઉર્ફે પોપલા પંડિત ઉર્ફે બાબુ ઉર્ફે સંજુ (19) ને શુક્રવારે લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે.

🎙️ ATSએ શું કહ્યું?

ATS મુજબ, આ ચારેય શુક્રવારે લખનઉ પહોંચ્યા હતા અને સાથે મળીને લખનઉ રેલવે સ્ટેશન પાસે રેલવે સિગ્નલ અને રેલવેની મિલકતોને આગચંપી અથવા વિસ્ફોટ દ્વારા નુકસાન પહોંચાડવા જઈ રહ્યા હતા. તે પહેલા જ ATSએ તેમની ધરપકડ કરી લીધી. ATSને માહિતી મળી હતી કે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા એક ભારતીય ગેંગ પાકિસ્તાની હેન્ડલરના સતત સંપર્કમાં છે અને દેશ વિરોધી ગતિવિધિઓ ચલાવી રહી છે. ગેંગનો મુખ્ય હેતુ દેશની મહત્વની સંસ્થાઓ અને રાજકીય વ્યક્તિઓની રેકી કરીને માહિતી પાકિસ્તાની હેન્ડલરને આપવી અને યોજના બનાવીને તેમને નુકસાન પહોંચાડવાનો છે.

💸 ક્યુઆર કોડના માધ્યમથી પૈસા મંગાવતા

ATSએ સાકિબ ઉર્ફે ડેવિલ (25 વર્ષ) પુત્ર શકીલ અહેમદ, અરબાબ (20 વર્ષ) પુત્ર રહીશુદ્દીન રહેવાસી અગવાનપુર, પરીક્ષિતગઢ જિલ્લો મેરઠ, 27 વર્ષીય વિકાસ ગહલાવત ઉર્ફે રૌનક પુત્ર રવિન્દ્ર રહેવાસી રામ વિહાર, લોકેશ ઉર્ફે પપલાત (19 વર્ષ) પુત્ર રોહતાશ શર્મા રહેવાસી રામ વિહાર કોલોની, છપરૌલા જિલ્લો નોઈડાની ધરપકડ કરી છે. એટીએસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકીઓએ ભૂતકાળમાં કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો. ઘટના બાદ આતંકીઓ વીડિયો બનાવીને પાકિસ્તાની હેન્ડલર્સને મોકલતા હતા અને ક્યુઆર કોડના માધ્યમથી પૈસા મંગાવતા હતા.

🛑 પૈસાની લાલચમાં દેશ વિરોધી કાવતરું રચવા લાગ્યા

ધરપકડ કરાયેલા ચારેય આતંકીઓ પૈસાની લાલચમાં દેશ વિરોધી કાવતરું રચવા લાગ્યા હતા. ગેંગના મુખ્ય સભ્યએ પોતાના જ ગામના અરબાબને પણ આ કામમાં સામેલ કર્યો હતો. પૈસાની લાલચ આપીને તેણે નોઈડાના રહેવાસી વિકાસ અને લોકેશને પણ પોતાની ગેંગમાં સામેલ કર્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ચારેય પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને વાહનોની રેકી પણ કરતા હતા. આ ગેંગે ગાઝિયાબાદ, અલીગઢ, લખનઉ જેવા શહેરોમાં વાહનો અને રેલવે સિગ્નલ બોક્સની રેકી કરી હતી. ઘટના બાદ ગેંગે તેના વીડિયો બનાવીને પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યા હતા. પાકિસ્તાની હેન્ડલર દ્વારા વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓના ગૂગલ લોકેશન મોકલવામાં આવતા હતા, જેના આધારે રેકીનું કામ કરવામાં આવતું હતું.

દેશ સુરક્ષા અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોઈન કરો:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ