ગાય આધારિત ખેતી એ જ સુખી જીવનનો માર્ગ | ભુજમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલનું પ્રેરક ઉદબોધન

Kutch Bulletin Exclusive | Agricultural News

ભુજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ; ખેડૂતોને કર્યા સંકલ્પબદ્ધ

Governor Acharya Devvrat Bhuj Natural Farming Seminar Kutch Bulletin News

Kutch Bulletin - ભુજ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામે શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી સવારે ભુજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે કચ્છમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.

Sponsored Content

⚠️ રાસાયણિક ખેતી: માનવજાત અને પર્યાવરણ સામે મોટું સંકટ

પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારીઓ વધી રહી છે. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થર સમાન બની ગઇ છે, હવામાં ઝેરી તત્વો ભળ્યા છે અને ભૂગર્ભ જળ પણ દૂષિત બન્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે માતાઓના દૂધમાં પણ હવે જંતુનાશકો મળી રહ્યા છે, જે આવનારી પેઢી માટે અત્યંત જોખમી છે.

🌿 પ્રાકૃતિક ખેતી: ઝીરો બજેટ અને બેવડો નફો

રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય માત્ર ભ્રામક અને કાલ્પનિક છે. તેમણે કુરુક્ષેત્ર અને હિમાચલ પ્રદેશના સફળ ઉદાહરણો આપતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી 'ઝીરો બજેટ' છે, જેમાં જમીન ફળદ્રુપ થાય છે અને ઓછા પાણીએ પણ બમણું ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરી ગાય આધારિત ખેતી પર ભાર મૂકવા જણાવ્યું હતું.

Governor Acharya Devvrat Bhuj Natural Farming Seminar Kutch Bulletin News

રાજ્યપાલશ્રીની મહત્વની ટકોર: બંજર ધરતીમાતાને ચેતનવંતી કરવા યુરીયા અને ડીએપી નહીં પરંતુ સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યા વધારો. શરૂઆતમાં જમીનના એક નાના ભાગથી પ્રયોગ શરૂ કરો અને ધીમે ધીમે આખા ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવો.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, એસપી વિકાસ સુંડા અને મોટી સંખ્યામાં કચ્છના ધરતીપુત્રો હાજર રહ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતો રતિલાલ શેઠીયા અને મનોજભાઇ સોલંકીએ પણ પોતાના સફળ અનુભવો રજૂ કર્યા હતા.

કચ્છના ખેડૂતો અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ