વોકી-ટોકીના ગેરકાયદે વેચાણ મુદ્દે CCPA ની મોટી કાર્યવાહી: Amazon, Flipkart અને Meta સહિતની કંપનીઓને 44 લાખનો દંડ | CCPA Imposes Fine on E-commerce Giants

નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટી (CCPA) એ દેશમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. મેટા (Meta), અમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart) અને મીશો (Meesho) જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર વોકી-ટોકીના ગેરકાયદે વેચાણ બદલ રૂ. 44 લાખનો કુલ દંડ ફટકારવામાં આવ્યો છે.

વોકી ટોકીનું ગેરકાયદે વેચાણ


શા માટે થઈ કાર્યવાહી?

CCPA ના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતી વોકી-ટોકી પોલીસ, ઈમર્જન્સી સેવાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સંચાર વ્યવસ્થામાં અવરોધ ઊભી કરી શકે છે. કાયદા મુજબ, માત્ર 446.0-446.2 મેગાહર્ટ્ઝ (MHz) ફ્રિક્વન્સી વાળી વોકી-ટોકી જ લાઈસન્સ વિના વેચી શકાય છે. પરંતુ આ પ્લેટફોર્મ્સ પર તેનાથી અલગ અને જોખમી ફ્રિક્વન્સીવાળા ઉપકરણો વેચાઈ રહ્યા હતા.

મુખ્ય કંપનીઓ અને દંડની વિગત:

  • રૂ. 10-10 લાખનો દંડ: અમેઝોન, ફ્લિપકાર્ટ, મેટા (ફેસબુક માર્કેટપ્લેસ) અને મીશો.
  • રૂ. 1-1 લાખનો દંડ: જિયોમાર્ટ, ચિમિયા, ટોક પ્રો અને માસ્કમેન ટોય્ઝ.

રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ

ઓથોરિટીએ તપાસમાં નોંધ્યું કે ફ્લિપકાર્ટ પર 65,000 થી વધુ અને અમેઝોન પર 2,600 થી વધુ એવા વોકી-ટોકી યુનિટ્સ વેચાયા હતા જેમાં ફ્રિક્વન્સીની યોગ્ય જાણકારી કે સર્ટિફિકેશનનો અભાવ હતો. સીસીપીએએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે મંજૂરી વિનાના આવા સાધનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે.

વારંવાર નોટિસ આપવા છતાં આ કંપનીઓએ વેચાણ ચાલુ રાખતા આકરો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા લિસ્ટિંગ દૂર કરવા આદેશ અપાયો છે.


તમે આ સમાચાર વિશે શું વિચારો છો? કોમેન્ટમાં જણાવો.

👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ