ભુજના સેડાતા-ભારાપરના જંગલોમાં SMCનો મોટો દરોડો | ₹૪૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું | ૭ જેલભેગા

 Kutch Bulletin Crime Desk | SMC Mega Gambling Raid Bhuj

Major SMC raid in the forests of Sedata-Bharapar, Bhuj: High-profile gambling den busted with seized assets worth over ₹45 lakh; 7 arrested.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં સેડાતા અને ભારાપર ગામ નજીક જંગલના ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર મધરાતે દરોડો પાડ્યો.

ઘટનાસ્થળેથી ₹૯,૩૬,૪૮૦/- ની રોકડા રકમ, ૯ કિંમતી વાહનો અને ૯ મોબાઇલ ફોન સહિત કુલ ₹૪૫,૨૭,૦૮૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો.

સ્થળ પરથી આદિપુર, અંજાર, ભુજ અને પાટણના ૭ જુગારીઓ ઝડપાયા; અંજારના મુખ્ય સૂત્રધાર અબ્બાસ શેખ અને થાર કારના ચાલક સહિત ૧૦ વોન્ટેડ.

Kutch Bulletin Crime Desk | SMC Mega Gambling Raid Bhuj

Kutch Bulletin - ભુજ ડેસ્ક : પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વધુ એક મોટું ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ભુજ તાલુકાના સેડાતા અને ભારાપર ગામની નજીક આવેલા જંગલના ખુલ્લા મેદાનમાં ધમધમતા જુગાર અડ્ડા પર પોલીસે ઓચિંતો દરોડો પાડીને કુલ ₹૪૫,૨૭,૦૮૦ નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જુગાર ધારાની કલમ ૧૨ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૨(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જંગલના ખુલ્લા મેદાનમાં જામી હતી જુગારની મહેફિલ 

SMC ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એ. તુવર અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સેદાતા અને ભારાપર ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ચોમાસાની મોસમ વચ્ચે બુટલેગરો અને જુગારીઓએ પોલીસથી બચવા માટે જંગલના અંતરિયાળ ખુલ્લા મેદાનને અડ્ડો બનાવ્યો હતો. પોલીસે રાત્રિના સમયે અચાનક ઘેરાબંધી કરીને દરોડો પાડતા જ અંધારામાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી જુગારના પટમાંથી અને અંગઝડતીમાંથી કુલ ₹૯,૩૬,૪૮૦ ની રોકડ રકમ રિકવર કરી છે.

Kutch Bulletin Crime Desk | SMC Mega Gambling Raid Bhuj

મહિન્દ્રા થાર અને ફોર્સ ક્રૂઝર સહિત ૯ વાહનો જપ્ત 

હાઈપ્રોફાઈલ જુગારીઓ જંગલમાં મોટી લક્ઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

  • રોકડા રૂપિયા: ₹૯,૩૬,૪૮૦/-

  • ૯ કિંમતી વાહનો: કિંમત ₹૩૨,૮૦,૦૦૦/- (જેમાં મહિન્દ્રા થાર, ફોર્સ ટેમ્પો ટ્રેક્સ, ફોર્સ ક્રૂઝર અને બોલેરો કેમ્પર જેવા વાહનો સામેલ છે).

  • મોબાઇલ ફોન: ₹૨,૯૫,૦૦૦/- ની કિંમતના ૯ નંગ સ્માર્ટફોન.

  • અન્ય મુદ્દામાલ: ₹૧૫,૬૦૦/-

  • કુલ રિકવરી: ₹૪૫,૨૭,૦૮૦/-

કચ્છ અને પાટણના ૭ આરોપીઓ પકડાયા, ૧૦ વોન્ટેડ જાહેર 

SMC ની ટીમે સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા નીચેના ૭ આરોપીઓને રાઉન્ડઅપ કરીને માનકુવા પોલીસને સોંપ્યા છે: ૧. ભીમજીભાઈ વાલજીભાઈ વાણિયા (રહે. સેક્ટર-૪, આદિપુર, ગાંધીધામ) ૨. જુસબશા જામનશા શેખ (રહે. શેખટીંબા, અંજાર - જુગારમાં ભાગીદાર) ૩. ધનજી પાબુભાઈ ગોલકર (રહે. પીપવાડા, સાંતલપુર, જી. પાટણ) ૪. મહેબૂબ સતારભાઈ બાયડ (રહે. સંજોગનગર, ભુજ) ૫. મુરાદ અલ્લારખા મીર (રહે. લાકડીયા, ભચાઉ) ૬. મોહન કરશનજી રાજગોર (રહે. આશાપુરાનગર, ભુજ - એક્ટિવા ચાલક) ૭. જુસબ ઇબ્રાહિમ સમેજા (રહે. અંજાર)

Kutch Bulletin Crime Desk | SMC Mega Gambling Raid Bhuj

આ ૧૦ મુખ્ય સૂત્રધારો અને વાહનોના ચાલકો વોન્ટેડ: 

પોલીસ રેડ દરમિયાન અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અંજારના મુખ્ય સંચાલક અબ્બાસ શેખ સહિત ૧૦ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે: 

૧. અબ્બાસ ઇબ્રાહિમ શેખ (રહે. અંજાર - જુગારનો મુખ્ય સંચાલક) 

૨. મનીષ હરિલાલ રાજગોર (રહે. આશાપુરાનગર, ભુજ - જુગારમાં ભાગીદાર) 

૩. ભાવિન (મહિન્દ્રા થાર ગાડી નં. GJ18EE0070 નો ડ્રાઈવર) 

૪. ફોર્સ ટેમ્પો ટ્રેક્સ (નં. GJ12AV0494) નો ડ્રાઈવર

૫. ફોર્સ ટ્રેક્સ ક્રૂઝર (નં. GJ12FF0553) નો ડ્રાઈવર 

૬. ફોર્સ ટેમ્પો ટ્રેક્સ (નં. GJ03Z9848) નો ડ્રાઈવર 

૭. મહિન્દ્રા બોલેરો કેમ્પર (નં. GJ12AZ7336) નો ડ્રાઈવર 

૮. હીરો સ્પ્લેન્ડર (નં. GJ12EL6765) નો ચાલક 

૯. હીરો HF-ડીલક્સ (નં. GJ12EP8173) નો ચાલક 

૧૦. હીરો સ્પ્લેન્ડર+ (નં. GJ12EB7181) નો ચાલક

માનકુવા પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી આગળની ચકચારી તપાસ તેજ કરી છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ