મુંદરા રોડ પર SMCનો મેગા દરોડો | ૪.૩૪ કરોડની ઓઇલ ચોરીનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું | ૬ ટેન્કર સાથે ૧૧ આરોપીઓની ધરપકડ

 Kutch Bulletin Crime Roundup | SMC Mega Oil Theft Raid Mundra

SMC's mega raid on Mundra Road: Interstate oil theft network worth ₹4.34 crore busted; 11 accused arrested along with 6 tankers.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં રતાડિયા ગામની સીમમાં ઓઇલ ચોરીના મોટા અડ્ડા પર દરોડો પાડ્યો.

ઘટનાસ્થળેથી ૬ મોટા ટેન્કરો, ૨,0૫,૧૭0 કિલો લોડેડ ઓઇલ અને અન્ય સાધનો સહિત કુલ ₹૪,૩૪,૫૨,૬૩૫ નો રેકોર્ડબ્રેક મુદ્દામાલ જપ્ત.

યૂપી, બિહાર, રાજસ્થાન અને ઝારખંડના ૧૧ શ્રમિકો-ડ્રાઇવરોની ધરપકડ; આદિપુરના અબ્દુલ ગફુર હાલેપોત્રા સહિત ૫ મોટા ગજાના બુટલેગરો વોન્ટેડ જાહેર.

Kutch Bulletin - મુંદરા ડેસ્ક : પશ્ચિમ કચ્છ-ભૂજ જીલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક બહુ મોટા આંતરરાજ્ય ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મુંદરા હાઇવે પર મોખા ટોલ પ્લાઝાથી મુંદરા તરફ જતા રસ્તા પર શિવમ હોટેલની બાજુમાં, રતાડિયા (ગણેશવાલા) ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં ચાલતા ઓઇલ ચોરીના આ નેટવર્ક પર પોલીસે ત્રાટકીને કુલ ₹૪,૩૪,૫૨,૬૩૫ નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨0૨૩ ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Kutch Bulletin Crime Roundup | SMC Mega Oil Theft Raid Mundra

હાઇવે પર લાઈનની નીચે કન્ટેનર રાખીને ચાલતું કૌભાંડ 

SMC ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાના નેતૃત્વમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ૬૬ KV પત્રી-મુંદરા લાઇન નંબર ૫૨ ની નીચે આવેલા ખુલ્લા મેદાનમાં રેડ કરવામાં આવી હતી. આ સ્થળે બુટલેગરોએ કન્ટેનર રાખીને આખું નેટવર્ક ગોઠવ્યું હતું, જ્યાં ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરી કરીને પ્લાસ્ટિક અને લોખંડના બેરલો તેમજ કેરબાઓમાં ભરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી ૨,0૫,૧૭0 કિલો ટેન્કરોમાં લોડ થયેલું ઓઇલ (કિંમત ₹૨,૮૧,૫0,૨૪૫) તેમજ ટેન્કરોમાંથી ચોરી કરાયેલું ૧,૪૬૫ કિલો ઓઇલ (કિંમત ₹૧,૭૮,0૯0) કબ્જે કર્યું છે.

૬ ટેન્કર, બાઇક અને મોબાઇલ સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત 

દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબની વિગતો સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

  • ૬ યુનિટ ટેન્કરો: કિંમત ₹૧,૫0,00,000/-

  • ટેન્કરોમાં લોડેડ અને ચોરીનું ઓઇલ: કુલ કિંમત ₹૨,૮૩,૨૮,૩૩૫/-

  • વાહનો અને અન્ય મશીનરી: ૧0 નંગ મોબાઇલ ફોન (₹૬0,000), હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ 12 EH 5771 - ₹૩૫,000), ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટો, પ્લાસ્ટિકના ૫0 બેરલ, લોખંડના ૩ બેરલ, અને અલગ-અલગ ક્ષમતાના ૭૨ નંગ પ્લાસ્ટિકના કેરબા (કારબોયઝ).

૧૧ આરોપીઓની ધરપકડ, મુખ્ય સૂત્રધારો સહિત ૫ વોન્ટેડ 

આ કૌભાંડમાં સ્થળ પરથી પોલીસે કન્ટેનરમાં રહીને મજૂરી કરતા અને કંડલા-મુંદરા વચ્ચે ટેન્કર ચલાવતા ૧૧ આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં રાજેશકુમાર રાજપૂત (યૂપી), અવનિશ કશ્યપ (યૂપી), ચંદ્રિકા પાંડે (ઝારખંડ), વિક્રમસિંહ ભાટી (રાજસ્થાન), વિકાસકુમાર મહેતા (ઝારખંડ), શિવકુમાર પાસવાન (ઝારખંડ), શક્તાભાઈ મુંધવા (રાપર-કચ્છ), અરુણ ઉરાંવ (ઝારખંડ), શનિકુમાર મહેતા (ઝારખંડ), આકાશકુમાર યાદવ (યૂપી) અને પ્રભાતસિંહ (બિહાર) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મુખ્ય સૂત્રધાર ગફુરભાઈ માટે કામ કરતા હતા.

Kutch Bulletin Crime Roundup | SMC Mega Oil Theft Raid Mundra

જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અને ઓઇલ ચોરીનું આખું નેટવર્ક ઓપરેટ કરતા નીચેના ૫ મુખ્ય બુટલેગરો-આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે: ૧. અબ્દુલ ગફુરભાઈ અહેમદ હાલેપોત્રા (રહે. આદિપુર, કચ્છ) ૨. પંકજભાઈ (રહે. અંજાર) ૩. ધ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા (રહે. અંજાર) ૪. ગોપાલભાઈ લાઘાભાઈ ગઢવી (રહે. વોવાર, મુંદરા) ૫. હરભમભાઈ રબારી (રહે. ભીમાસર)

આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પ્રાગપર પોલીસે આગળની ચકચારી તપાસ તેજ કરી છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ