ભચાઉના નાની ચિરઈ પાસે મીઠાના કારખાના નજીક ટ્રકમાં ભીષણ આગ | ફાયર ટીમે ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Kutch Bulletin - ભચાઉ, કચ્છ: ભચાઉ તાલુકાના નાની ચિરઈ પાસે આવેલા એક મીઠાના કારખાના નજીક ઊભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાની જાણ થતા જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Bhachau Fire Brigade extinguishing truck fire near Nani Chirai Kutch


ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, તા. ૦૧/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે અંદાજે ૭ વાગ્યાની આસપાસ ૧૧૨ નંબર પરથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળ્યો હતો કે નાની ચિરઈ પાસે મીઠાના કારખાના નજીક એક ટ્રકમાં આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા.

ફાયર ટીમની સતત ૨ કલાકની જહેમત

કોલ મળતાની સાથે જ ભચાઉ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર જવાનોએ સતત ૨ કલાકથી વધુ સમય સુધી પાણીમારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

કામગીરી કરનાર ટીમ

આ આગ બઝાવવાની કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના સભ્યો પ્રવીણ દાફડા, શક્તિસિંહ અને જયરાજસિંહ જોડાયા હતા. તેમની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.


વધુ વાંચો:


કચ્છના તાજા સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાઓ: Kutch Bulletin
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ