Kutch Bulletin Desk | Bhuj Crime & Cyber Alert
Youth in Bhuj defrauded of Rs 1.43 lakh online after being lured with the promise of cancelling a credit card protection plan.
ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડ પર દર મહિને રૂ. ૨૪૯૯ ચાર્જ લાગશે તેમ કહી મોકલી હતી ઓનલાઇન લિંક.
વિડિયોગ્રાફર યુવકે લિંક ખોલી ક્રેડિટ કાર્ડ નંબર, વેલિડિટી અને CVV દાખલ કરતા જ રકમ ઊપડી ગઈ.
ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, સાયબર હેલ્પલાઇન 1930 પર પણ કરાઈ જાણ.Kutch Bulletin - ભુજ : ભુજ શહેરમાં રહેતા અને વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીનું કામ કરતા યુવક સાથે ક્રેડિટ કાર્ડનો પ્રોટેક્શન પ્લાન બંધ કરી આપવાની લાલચ આપી ઓનલાઇન લિંક મોકલી રૂ. ૧,૪૩,૩૦૪ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
💳 નવા ક્રેડિટ કાર્ડ મેળવ્યા બાદ આવ્યો ઠગબાજોનો ફોન
ભુજના વાલદાસ નગરમાં રહેતા જિજ્ઞેશ નિરંજન જોશીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઓગસ્ટ માસમાં તેમના મોબાઇલ પર ઇન્ડસઇન્ડ બેંકના નવા રૂપે ક્રેડિટ કાર્ડ માટે ઓફર કરવામાં આવી હતી. ત્યારબાદ કુરિયર મારફતે તેમને કાર્ડ પ્રાપ્ત થયું હતું. કાર્ડ મળ્યાના થોડા સમય બાદ અજાણ્યા નંબર પરથી હિન્દીભાષી મહિલાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે "તમારા કાર્ડ પર 'કાર્ડ પ્રોટેક્શન પ્લાન' ચાલુ છે, જેનો દર મહિને રૂ. ૨૪૯૯ ચાર્જ લાગશે."
🔗 લિંક ખોલી સંવેદનશીલ વિગતો ભરતા જ નાણાં ગાયબ
ફરિયાદી યુવાને આ પ્લાન બંધ કરવા જણાવતાં ઠગબાજોએ તેમના મોબાઈલ પર એક લિંક મોકલી હતી. આ લિંક ખોલીને ભોગ બનનારે ક્રેડિટ કાર્ડ નંબર, વેલિડિટી અને CVV જેવી અત્યંત સંવેદનશીલ વિગતો દાખલ કરી હતી. વિગતો દાખલ કરતાં જ તેમના મોબાઇલ પર OTP ના મેસેજ આવ્યા હતા અને જોતજોતામાં તેમના કાર્ડમાંથી પ્રથમ રૂ. ૯૨,૧૨૪ તથા ત્યારબાદ રૂ. ૫૧,૧૮૦ એમ કુલ મળીને રૂ. ૧,૪૩,૩૦૪ ની રકમ તેમની મંજૂરી વગર ઉપાડી લેવામાં આવી હતી.
🚔 પોલીસ અને સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ
પોતે છેતરાયા હોવાનું જણાતાં જિજ્ઞેશભાઈએ તાત્કાલિક બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ