Kutch Bulletin Desk | Bhuj Civic & Traffic Updates
Traffic notification issued for the Janmashtami fair at Hamirsar Lake in Bhuj: several roads closed, alternative routes announced.
પશ્ચિમ કચ્છ પોલીસની દરખાસ્ત આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. વિઠાણી દ્વારા વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ.
૩ સપ્ટેમ્બર સવારે ૮:૦૦ વાગ્યાથી ૪ સપ્ટેમ્બર રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી હમીરસર તરફ આવતા માર્ગો વાહનો માટે બંધ રહેશે.
ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પ્રતિબંધમાંથી મુક્તિ; વૈકલ્પિક રસ્તાઓની યાદી જાહેર.Kutch Bulletin - ભુજ : કચ્છના વડા મથક ભુજ શહેર મધ્યે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક હમીરસર તળાવના કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૦૩/૦૯/૨૦૨૬ થી તા. ૦૪/૦૯/૨૦૨૬ દરમિયાન યોજાનારા આ મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડવાની શક્યતાને ધ્યાને રાખીને, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારૂ જાળવણી માટે પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્તના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ. વિઠાણી (જી.એ.એસ.) દ્વારા વાહનવ્યવહાર નિયંત્રણ અંગેનું વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ તા. ૦૩/૦૯/૨૦૨૬ના સવારે ૦૮:૦૦ વાગ્યાથી તા. ૦૪/૦૯/૨૦૨૬ના રાત્રે ૨૪:૦૦ વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
🚫 બંધી હેઠળના (પ્રતિબંધિત) માર્ગો: તહેવાર દરમિયાન હમીરસર તળાવ તરફ આવતા નીચે મુજબના રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે:
ખેંગાર પાર્કથી તળાવ તરફ: પાટવાડી નાકા, મંગલમ ચાર રસ્તા અને રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક થઈ હમીરસર આવતો માર્ગ ખેંગાર પાર્ક ત્રણ રસ્તા પાસેથી બંધ રહેશે.
ઉમેદનગર તરફથી: મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઈ લેકવ્યુ હોટલ ચાર રસ્તા (હમીરસર) તરફ આવતો માર્ગ ઉમેદનગર પુલિયા પાસેથી બંધ કરાયો છે.
ટાઉન હોલ તરફથી: ટાઉન હોલ તરફથી હમીરસર આવતો રસ્તો 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેથી બંધ રહેશે.
ઘનશ્યામનગર તરફથી: સોમનાથ મંદિર પાછળના ત્રણ રસ્તા ખાતેથી વાહનોની અવરજવર બંધ રહેશે.
બસ સ્ટેશન તરફથી: બસ સ્ટેશન તરફથી હમીરસર આવતો માર્ગ આલ્ફ્રેડ સ્કૂલના મેઇન ગેટ સામેથી બંધ રહેશે.
🗺️ વાહનો માટેના વૈકલ્પિક માર્ગો: વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે:
મંગલમ/ખેંગાર પાર્ક તરફના વાહનો: પાટવાડી નાકા કે ઉમેદનગર તરફથી આવતા વાહનો મંગલમ ચાર રસ્તા થઈને કોલેજ રોડ તરફ જઈ શકશે.
ટાઉન હોલ તરફના વાહનો: ટાઉન હોલ તરફથી આવતા વાહનો જ્યુબીલી સર્કલ થઈને વી.ડી. હાઈસ્કૂલ માર્ગનો ઉપયોગ કરી શકશે.
ઘનશ્યામનગર તરફના વાહનો: વી.ડી. હાઈસ્કૂલ થઈને જ્યુબીલી સર્કલ અથવા બસ સ્ટેશન તરફ જઈ શકાશે.
બસ સ્ટેશન તરફના વાહનો: બસ સ્ટેશન તરફથી આવતા વાહનો મહાદેવનાકાથી ઉપલીપાળ થઈ પાટવાડી ગેટ તરફ અથવા ઓપન એર થિયેટર થઈ વી.ડી. હાઈસ્કૂલ માર્ગે જઈ શકશે.
ઉપલીપાળ તરફના વાહનો: મહાદેવ ગેટથી આલ્ફ્રેડ સ્કૂલ તરફ થઈને બસ સ્ટેશન તરફ જઈ શકાશે.🚑 આ વાહનોને મળશે મુક્તિ (છૂટછાટ): જાહેરનામાના નિયંત્રણોમાંથી સરકારી ફરજ પરના તમામ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સક્ષમ અધિકારી મારફતે અધિકૃત કરાયેલા વાહનો, એમ્બ્યુલન્સ વાહનો અને ફાયર બ્રિગેડના ઇમરજન્સી વાહનોને પૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનું પાલન કરાવવાની સત્તા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે. જાહેર જનતાની સરળતા માટે રસ્તાઓ પર ડિસ્પ્લે બોર્ડ પણ મૂકવામાં આવશે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ