Railway Projects Kutch | રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી

 Kutch Bulletin | Kutch Railway & Infrastructure Development

Honorable Railway Minister Shri Ashwini Vaishnaw flagged off India's first salt container train from Shivlakha to Mithapur.

૫ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલો સહિત વિવિધ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ.

અંજાર સ્ટેશન પર ટ્રેન નંબર ૨૨૮૨૯/૨૨૮૩૦ ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ.

ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદઘાટન, ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલની સમસ્યામાંથી મુક્તિ મળશે.

Kutch Bulletin | Kutch Railway & Infrastructure Development

Kutch Bulletin - ભુજ / અમદાવાદ : ગુજરાતમાં રેલવેના માળખાગત માળખા, માલ પરિવહન સુવિધાઓ, લૉજિસ્ટિક્સ નેટવર્ક તથા યાત્રી કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કચ્છ અને ગુજરાત માટે કરોડો રૂપિયાની રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને ઉદઘાટન કર્યું હતું.

🚆 ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેન રવાના 

આ અવસર પર રેલવે મંત્રીએ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. કચ્છમાં મોટા પાયે થતા મીઠાના પરિવહન માટે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટેનલેસ સ્ટીલ સૉલ્ટ કન્ટેનર વિકસાવવામાં આવ્યા છે. આ કન્ટેનરમાં ઉપરથી લોડિંગ અને બાજુમાંથી અનલોડિંગની સુવિધા છે, જેનાથી મીઠાની ગુણવત્તા જળવાઈ રહેશે અને પરિવહન સરળ બનશે.

🏗️ ૫ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ્સ (GCTs) રાષ્ટ્રને સમર્પિત 

આ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં નીચે મુજબના ૫ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલો દેશને અર્પણ કરાયા હતા: 

ભીમાસર GCT: Arya Freight Terminal દ્વારા ₹૭૫ કરોડના રોકાણથી ૫૨ એકરમાં વિકસિત. (રોજગારી: ૧,૦૦૦) 

દેવલિયા GCT: Western Carriers Ltd. દ્વારા ₹૬૫ કરોડના ખર્ચે ૪૧ એકરમાં તૈયાર. (રોજગારી: ૧,૦૦૦) 

ચંડીસર GCT: Emirates Terminals દ્વારા ₹૭૫ કરોડના રોકાણથી ૨૩ એકરમાં સ્થાપિત. (રોજગારી: ૪૦૦-૫૦૦) 

શિવલખા GCT: KMT Engg. દ્વારા ₹૨૦૦ કરોડના પ્રસ્તાવિત ખર્ચે ૧૫૦ એકરમાં વિકસિત, જ્યાં વેગન ઉત્પાદન પણ થશે. (રોજગારી: ૨,૦૦૦-૨,૫૦૦) 

લિંચ GCT: આધુનિક લોજિસ્ટિક્સ અને માલ હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે આ ટર્મિનલ કાર્યરત કરાયું.

🚉 અંજાર ખાતે સ્ટોપેજ અને ગોપાલપુર સ્ટેશનનું ઉદ્ઘાટન 

અંજાર અને આસપાસના વિસ્તારના મુસાફરો માટે ખુશીના સમાચાર આપતા ટ્રેન નંબર ૨૨૮૨૯/૨૨૮૩૦ ભુજ–શાલીમાર એક્સપ્રેસના અંજાર સ્ટેશન પર સ્ટોપેજનો શુભારંભ કરાયો હતો. આ ઉપરાંત, રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરાયું હતું. ગોપાલપુર સ્ટેશન શરૂ થવાથી અમદાવાદ અને ભુજ તરફથી આવતી-જતી ટ્રેનો માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેથી મુસાફરોનો સમય બચશે.

વર્તમાનમાં કચ્છ જિલ્લામાં રૂ. ૫,૬૦૦ કરોડના ખર્ચે સામાખ્યાળી-ભચાઉ ફોર લાઇનિંગ, ભચાઉ-ગાંધીધામ થર્ડ-ફોર્થ લાઇન, આદિપુર-ભુજ ડબલિંગ, નલિયા-જખૌ પોર્ટ નવી લાઇન અને નલિયાથી દેસલપર સુધીની નવી રેલવે લાઇન સહિતની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ