કચ્છના સફેદ રણ ધોરડોમાં ફૂડ સેફ્ટી કેમ્પ યોજાયો | ૩૦ સ્ટોલ ધારકોને સ્થળ પર જ અપાયા લાયસન્સ | પ્રવાસીઓની સુરક્ષા પર ભાર

ભુજ: Kutch Bulletin ના અહેવાલ મુજબ, કચ્છના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ ધોરડો (સફેદ રણ) ખાતે પ્રવાસીઓને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે હેતુથી એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. Kutch Latest News ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ-કચ્છ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ અને FSSAI રજિસ્ટ્રેશન કેમ્પ યોજી સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી.

Food Safety Officer team inspecting food stalls at Dhordo White Desert Kutch.


૩૦ થી વધુ ફૂડ લાયસન્સ સ્થળ પર એનાયત

આ કેમ્પ દરમિયાન ધોરડો સફેદ રણના ફૂડ સ્ટોલ તથા આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જે વેપારીઓ પાસે લાયસન્સ નહોતા, તેઓની ઓનલાઇન પ્રોસેસ સ્થળ પર જ કરાવીને અંદાજે ૩૦ જેટલા ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આ કામગીરીથી નાના વેપારીઓને કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી.

Food Safety Officer team inspecting food stalls at Dhordo White Desert Kutch.


હાઇજેનિક ખોરાક પીરસવા કડક સૂચના

તંત્ર દ્વારા ફૂડ સ્ટોલ ધારકોને પ્રવાસીઓ માટે તાજો અને શુદ્ધ ખોરાક બનાવવા તેમજ હાઇજેનિક કન્ડીશનમાં તેની સાચવણી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. રણ ઉત્સવની સિઝન હોવાથી પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે આ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

તંત્રની સંયુક્ત કામગીરી

આ કેમ્પમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સચિન પંડ્યા તથા તોલમાપ વિભાગના ચંદનસિંહ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એમ. પટેલ, એસ.બી. પટેલ અને વી.એમ. બરંદા દ્વારા કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની આ કામગીરીને સફેદ રણના વેપારીઓએ પણ આવકારી હતી.


વધુ વાંચો:


કચ્છની પળેપળની અપડેટ્સ માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ