ગાંધીધામ-આદિપુરમાં ₹182 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ | ગરીબોના નામે 81 બેંક એકાઉન્ટ ખોલાવી આચરાતી છેતરપિંડી

Kutch Bulletin: પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં સાયબર ક્રાઈમ પોલીસે એક વિશાળ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સાયબર છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે કચ્છના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના નામે ૮૧ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી અંદાજે ₹૧૮૨.૩૭ કરોડની હેરાફેરી કરવાનું સનસનાટીભર્યું કૌભાંડ બહાર આવ્યું છે.

Cyber crime police investigating Rs 182 crore scam in Gandhidham and Adipur involving 81 bank accounts.


ગરીબ લોકોના નામે બનાવી પેઢીઓ

સાયબર ઠગબાજોએ ગાંધીધામ અને આદિપુરમાં દુકાનો ભાડે રાખી હતી. આદિપુર, રાપર અને ભુજ પંથકના ઓછું ભણેલા અને ગરીબ લોકોને વિશ્વાસમાં લઈને તેમની જાણ બહાર તેમને 'પ્રોપરાઈટર' બનાવી દેવાયા હતા. આરોપીઓએ આ લોકોના નામે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી પેઢીઓ ઉભી કરી હતી અને બેંક એકાઉન્ટની તમામ કિટ તથા મોબાઈલ સીમકાર્ડ પોતાની પાસે રાખ્યા હતા.

Cyber crime police investigating Rs 182 crore scam in Gandhidham and Adipur involving 81 bank accounts.


કૌભાંડમાં સામેલ આરોપીઓના નામ

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે ૮ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે:

  • યસ મુલચંદ ભાટીયા (આદિપુર)
  • સિદ્ધાર્થ સુનિલભાઈ સોની (આદિપુર)
  • સાહિલ દિનેશ શર્મા (આદિપુર)
  • વિજય રાણા (આદિપુર)
  • અલ્પેશ સુરેશભાઈ લુહાર (આદિપુર)
  • ઈલુભા મંગુભા જાડેજા (રાપર)
  • વિશ્વરાજાસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા (મોટીરાવ)
  • હાર્દિક હરેશ રાજગોર (સણવા)

૭૪ જેટલી ફરિયાદો અને કમિશનનું ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ એકાઉન્ટ્સમાં ભારતભરમાં આચરવામાં આવેલા ૭૪ જેટલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. આરોપીઓ દરેક ટ્રાન્ઝેક્શન દીઠ કમિશન રાખીને નાણાં ઠગબાજો સુધી પહોંચાડતા હતા. એક જાગૃત અરજદારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આ કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આઠેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે.


વધુ વાંચો:


કચ્છના આવા જ મહત્વના અને સચોટ સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ