કચ્છ રેલવેનો મોટો પ્રોજેક્ટ પૂર્ણ | ગાંધીધામ-આદિપુર વચ્ચે હવે ૪ લાઇન પર દોડશે ટ્રેન | મુસાફરોની ૨૦ મિનિટ બચશે

ગાંધીધામ: Kutch Bulletin ના વિશેષ અહેવાલ મુજબ, કચ્છના બે મહાબંદર કંડલા અને મુંદરાને જોડતું રેલવે નેટવર્ક હવે વધુ મજબૂત બન્યું છે. Kutch Latest News ગાંધીધામ અને આદિપુર વચ્ચે હયાત બે લાઇન ઉપરાંત વધારાની બે નવી લાઇન (ત્રીજી અને ચોથી લાઇન) પાથરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે ટ્રેન અને વેપાર બંને ગતિશીલ બનશે.

Gandhidham Adipur Railway 4 lane project CRS inspection Speed Trial


૧૨૦ કિમીની ઝડપે થશે સ્પીડ ટ્રાયલ

આગામી ૯ ફેબ્રુઆરીના રોજ રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને ૧૦ ફેબ્રુઆરીના રોજ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે. રેલવે તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને આ દરમિયાન ટ્રેકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ૧૭ કિલોમીટરના આ ટ્રેક માટે ૮ નાના પુલ અને ૨.૬૦ લાખ ઘનમીટર માટીકામ કરવામાં આવ્યું છે.

મુસાફરોને શું ફાયદો થશે?

નવનિર્મિત ગોપાલપુર સ્ટેશન અને આદિપુર ખાતેના 'વાય' (Y) કનેક્શનના કારણે અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે હવે ગાંધીધામ જઈને એન્જિન રિવર્સલ કરવાની જરૂર પડશે નહીં. આ ફેરફારને કારણે મુસાફર ટ્રેનોનો અંદાજે ૨૦ મિનિટ જેટલો સમય બચશે. સાથે જ ટ્રાફિકનું દબાણ ઘટવાથી નવી ટ્રેનો શરૂ થવાની શક્યતા પણ વધી છે.

પોર્ટ અને ઉદ્યોગોને વેગ મળશે

કચ્છ એરિયા પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ માલ પરિવહન ધરાવે છે. કંડલા અને મુંદરા પોર્ટથી જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ અને ખાતરના પરિવહનમાં આ ચાર લાઇનથી મોટી ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટવાથી લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો થશે, જે આયાત-નિકાસકારો માટે ફાયદાકારક રહેશે.


વધુ વાંચો:


કચ્છના વિકાસ અને રેલવેના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ