ભચાઉ નેશનલ હાઈવે પર ભંગારના વાડામાં ભીષણ આગ | બે વાહનો બળીને ખાખ | ફાયર ફાઈટરોએ ૨ કલાકની જહેમત બાદ આગ બુઝાવી

ભચાઉ, કચ્છ: Kutch Bulletin ના અહેવાલ મુજબ, ભચાઉ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. Kutch Latest News હાઈવે પર આવેલ એક ભંગારના વાડામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

Bhachau National Highway Scrap Yard Fire Firefighters dousing flames


બે છોટા હાથી વાહનો આગની લપેટમાં

આજે સવારે આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે પર વેરાઈ કૃપા હોટેલ પાસે આવેલા એક ભંગારના વાડામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે વાડામાં પાર્ક કરેલા બે છોટા હાથી વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ ૧૧૨ નંબર મારફતે ભચાઉ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ તુરંત એક્શનમાં આવી હતી.

Bhachau National Highway Scrap Yard Fire Firefighters dousing flames


બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

ભચાઉ ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ભંગારનો વાડો હોવાથી આગ ઝડપથી ફેલાઈ રહી હતી, પરંતુ ફાયર જવાનોએ ભારે જહેમત બાદ તેને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા અને વધુ નુકસાન અટકાવ્યું હતું.

કોઈ જાનહાનિ નહીં, માલસામાનને નુકસાન

સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાડામાં રહેલા બંને વાહનો અને અન્ય ભંગારનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે.


વધુ વાંચો:


કચ્છના તાજા સમાચાર અને ઘટનાઓની પળેપળની વિગત માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ