આદિપુરમાં આકસ્મિક તપાસ અને કાર્યવાહી
મહાનગરપાલિકાની ટીમ દ્વારા આદિપુર વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના જથ્થાબંધ વેપારીની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વેપારી પાસેથી ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતું આશરે ૨૫૦ કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું. તંત્રએ તાત્કાલિક અસરથી આ જથ્થો જપ્ત કરી વેપારી પાસેથી સ્થળ પર જ રૂ. ૧૦,૦૦૦ નો વહીવટી દંડ વસૂલ્યો હતો.
તંત્રની કડક ચીમકી
મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. તમામ વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર ૧૨૦ માઇક્રોનથી વધુની જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરે. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વધુ વાંચો:
- કચ્છ રેલવે એલર્ટ: ગાંધીધામ-આદીપુર લાઈન કામગીરીને પગલે ૧૨ ટ્રેનો રદ
- સામખિયાળીમાં LCBનો ફિલ્મી ઢબે પીછો: ૧૩ લાખનો વિદેશી દારૂ જપ્ત
- કચ્છ યુનિવર્સિટીમાં જળક્રાંતિ: સવજીભાઈ ધોળકિયાના હસ્તે સરોવરનું ખાતમુહૂર્ત
- ભચાઉ: નાની ચિરઈ પાસે ટ્રકમાં ભીષણ આગ, ૨ કલાકની જહેમત બાદ કાબુ
- ભુજ: વૃંદાવનના મહંત શ્રી પ્રભુદયાલ દાસજી બ્રહ્મલીન, બજરંગ દળની સેવા
કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર માટે જોડાઓ: Kutch Bulletin
👉 Join Kutch Bulletin on WhatsApp

.jpeg)

0 ટિપ્પણીઓ