હોળી 2026: 100 વર્ષ પછી સર્જાશે દુર્લભ સંયોગ | હોલિકા દહન અને ધુળેટી વચ્ચે રહેશે 24 કલાકનું અંતર

Kutch Bulletin: સામાન્ય રીતે હોળી અને ધુળેટીનો તહેવાર સતત બે દિવસમાં ઉજવાતો હોય છે, પરંતુ વર્ષ 2026 માં જ્યોતિષીય દૃષ્ટિએ એક અત્યંત દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. આ વર્ષે હોલિકા દહન અને ધુળેટી વચ્ચે 24 કલાકનો લાંબો વિરામ રહેશે, જેનું મુખ્ય કારણ ભદ્રાકાળ અને તે જ દિવસે યોજાનારું પૂર્ણ ચંદ્રગ્રહણ છે.

Holi Dhuleti 2026 dates lunar eclipse blood moon India Kutch Bulletin report


જ્યોતિષીય ગણતરી મુજબ, 2 માર્ચ 2026 ના રોજ સાંજે પૂનમની તિથિ શરૂ થતાની સાથે જ 'ભદ્રા' બેસી જશે. ભદ્રાકાળમાં હોલિકા દહન અશુભ માનવામાં આવતું હોવાથી, મધ્યરાત્રિએ 12:50 કલાકે ભદ્રા સમાપ્ત થયા પછી જ હોળી પ્રગટાવી શકાશે. આમ, દહનનું મુહૂર્ત 3 માર્ચની વહેલી સવાર સુધી રહેશે.

100 વર્ષ પછી દેખાશે 'બ્લડ મૂન'

3 માર્ચ 2026 ના રોજ ભારત પર પૂર્ણ ચંદ્રગ્રહણનો ઓછાયો જોવા મળશે. લગભગ 100 વર્ષ પછી હોળીના દિવસે આવું દ્રશ્ય દેખાશે જ્યાં ચંદ્ર 'બ્લડ મૂન' એટલે કે તાંબા જેવો લાલ દેખાશે. આ ખગોળીય ઘટનાને કારણે સવારથી જ સુતક કાળ શરૂ થઈ જશે, જે સાંજે 06:47 વાગ્યે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલશે.

ગ્રહણ અને સુતક દરમિયાન ઉત્સવ ઉજવવો કે ભોજન કરવું વર્જિત હોવાથી, 3 માર્ચના રોજ ધુળેટી રમાશે નહીં. આખા ભારતમાં તે દિવસે સૂતક પાળવામાં આવશે. ગ્રહણની સમાપ્તિ અને શુદ્ધિકરણ બાદ, અંતે 4 માર્ચ 2026 ના રોજ ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે.

બુધવારની ધુળેટી લાવશે મીઠાશ

4 માર્ચે બુધવાર હોવાથી, તેનો સ્વામી બુધ ગ્રહ છે જે હાસ્ય-વિનોદ અને બુદ્ધિનો કારક ગણાય છે. જ્યોતિષીઓના મતે આ હોળી લોકોના માનસિક તણાવ દૂર કરી સંબંધોમાં નવી મીઠાશ લાવશે. વાચકોને સલાહ છે કે ગ્રહણના સમયે ભગવાનની સાધનામાં સમય પસાર કરવો અને શુદ્ધિકરણ બાદ જ તહેવારની ઉજવણી કરવી.


વધુ વાંચો:


ગુજરાતના તમામ સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવવા:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ