કચ્છમાં SMCનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો | ભુજના વડવાળા ગામેથી ₹4 કરોડનો શરાબ ઝડપાયો | 23 બુટલેગરો વોન્ટેડ

Kutch Bulletin: પશ્ચિમ કચ્છમાં બુટલેગરો દ્વારા ચલાવવામાં આવતા દારૂના કાળા કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં ચાલતા દારૂના મોટા કટિંગ પર વહેલી સવારે દરોડા પાડીને પોલીસે અંદાજે 4 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

Kutch SMC raid Bhuj Vadvala village liquor seizure 4 crore worth alcohol bottles police action report

પદ્ધર પોલીસ મથકની હદમાં થયેલી આ કાર્યવાહીમાં પીએસઆઈ એસ.વી. ગલચરની ટીમે બાતમીના આધારે વડવાળા ગામના સર્વે નંબર ૩૯ માં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસને કુલ 56,088 વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત ₹4,00,85,270 જેટલી થાય છે.

₹5.09 કરોડનો કુલ મુદ્દામાલ જપ્ત

દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા બે મોટા ટાટા ટ્રક, ત્રણ મિની ટ્રક અને એક મહિન્દ્રા પીકઅપ વાહન પણ કબજે કર્યા છે. વાહનો અને મોબાઈલ સહિત કુલ ₹5,09,06,270 નો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન રાપરના જસરામ જગા ભરવાડ અને મેઘપર બોરીચીના વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરવામાં આવી છે.

ભુજના નવઘણ સહિત 23 બુટલેગરો વોન્ટેડ

આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને દારૂ મંગાવનારા કુખ્યાત બુટલેગરો નાસી છૂટ્યા છે. પોલીસે કુલ 23 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં મુખ્ય નામ નીચે મુજબ છે:

  • નવજોત ઉર્ફે નવઘણ રાજગોર (ગણેશનગર, ભુજ)
  • અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા)
  • દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી (ગાંધીધામ)
  • શિવરાજ વિરમ ગઢવી (અંજાર)
  • ગોપાલ કેશવજી રાજગોર (પાનધ્રો)
  • રાહુલ, જેકી, હાર્દિક અને કલ્પેશ મારાજ (ભુજ)
  • મુસ્તફા ઉર્ફે મહાકાલ (હરિયાણા - સપ્લાયર)

સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દેનારા આ દરોડા બાદ હવે SMC દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આટલો મોટો જથ્થો કોના આશીર્વાદથી ઉતારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સમગ્ર કચ્છના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


વધુ વાંચો:


કચ્છના દરેક સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ