Kutch Bulletin: કચ્છના મુંદરા તાલુકાના કાંડાગરા ગામમાં ગઈકાલે વહેલી સવારે શ્રમિકો અને પોલીસ વચ્ચે ભારે હિંસક ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ બાબતે ઉશ્કેરાયેલા શ્રમિકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનને આગ ચાંપી દીધી હતી.
![]() |
| પ્રતીકાત્મક AI તસ્વીર |
પોલીસ જીપને આગ ચાંપી
મળતી વિગતો મુજબ, કાંડાગરા વિસ્તારમાં સ્થિત કંપનીઓના શ્રમિકો અને પોલીસ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. રોષે ભરાયેલા શ્રમિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યાં ઉભેલી પોલીસ જીપને આગ લગાડી દીધી હતી. આગને કારણે વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ મુંદરા અને આસપાસના વિસ્તારોમાંથી પોલીસનો મોટો કાફલો કાંડાગરા દોડી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. હાલ ગામમાં અને શ્રમિક વસાહત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ પણ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
તપાસનો ધમધમાટ
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘર્ષણનું મુખ્ય કારણ શું હતું તેની તપાસ હાથ ધરી હતી. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને પોલીસ પર હુમલો કરવા બદલ ૩૦૦ લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધાવમાં આવ્યો છે અને જાણવા મળતી વિગત મુજબ પોલીસે અત્યાર સુધી ૩૩ જેટલા તોફાની તત્વોની અટકાયત કરી છે.
વધુ વાંચો:
- મુંદરાના વવારમાં ₹1.95 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ
- આજનું રાશિફળ: ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, જાણો કેવો રહેશે તમારો ગુરુવાર?
કચ્છની પળેપળની અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ