Kutch Bulletin : મનોરંજન જગતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ સિનેમાનું સૌથી ફેવરિટ અને પાવર કપલ ગણાતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયની ડેટિંગની અફવાઓ બાદ, આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની વેડિંગને 'Virosh' (વિરોશ) ટાઈટલ આપીને સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી દીધી છે.
હાલમાં જ આ જોડી ઉદયપુરમાં પોતાના શાહી લગ્ન માટે એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં બંનેનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે. રશ્મિકા અને વિજયની સાથે તેમનો પરિવાર પણ આ ખાસ પ્રસંગે ઉદયપુર પહોંચી ચૂક્યો છે.
રશ્મિકાનો સ્ટાઇલિશ 'બોસી લુક' ચર્ચામાં
એરપોર્ટ પર 'બ્રાઈડ ટુ બી' રશ્મિકા મંદાનાનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રશ્મિકાએ ટ્રેડિશનલ કપડાંને બદલે બ્લુ કલરના સૂટ-બૂટમાં બોસી લુક સાથે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. બ્લેઝર, વ્હાઇટ શર્ટ અને ફ્લેયર્ડ પેન્ટ્સમાં તે ખૂબ જ કોન્ફિડન્ટ લાગતી હતી. તેના ચહેરા પર લગ્નનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ખાસ વાત એ હતી કે એરપોર્ટ પર પેપ્સને જોઈને રશ્મિકાએ હાથ જોડીને નમસ્તે કર્યું હતું, તેના આ સંસ્કારી અંદાજે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.
દેવરકોંડા પરિવારની રોયલ એન્ટ્રી
બીજી તરફ, 'દૂલ્હે રાજા' વિજય દેવરકોંડા પણ પોતાના સ્વેગમાં જોવા મળ્યો હતો. વિજયે વ્હાઇટ શર્ટ પર બ્લેક લેધર જેકેટ અને બ્લેક પેન્ટ પહેરીને કુલ લુક ધારણ કર્યો હતો. વિજયની સાથે તેનો ભાઈ આનંદ દેવરકોંડા અને તેના પિતા પણ ઉદયપુર પહોંચ્યા છે. આનંદે પણ બ્લેક જેકેટ અને ગ્રીન ટી-શર્ટમાં ભાઈ જેવો જ સ્ટાઇલિશ લુક રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ પરિવારની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
૨૬ ફેબ્રુઆરીએ લેશે સાત ફેરા
આ શાહી લગ્નના ફંક્શન આવતીકાલે એટલે કે ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૬ ફેબ્રુઆરીએ આ કપલ સાત ફેરા લેશે. આ લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ સિતારાઓ હાજરી આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વિજય અને રશ્મિકાના લગ્નને લઈને ચાહકોમાં લાંબા સમયથી ઉત્સાહ હતો, જે હવે પૂરો થવા જઈ રહ્યો છે.
વધુ વાંચો:
- ગાંધીધામની હોટેલમાં મહિલાની ગળેટૂંપો આપી હત્યા: પ્રેમસંબંધમાં ખેલાયો લોહિયાળ ખેલ
- વોટ્સએપ ચેનલ સાથે જોડાઓ: Join Here
#RashmikaMandanna #VijayDeverakonda #ViroshWedding #UdaipurWedding #SouthCinema #BollywoodNews #KutchBulletin #WeddingDiaries #Virosh


0 ટિપ્પણીઓ