પશ્ચિમ કચ્છના દરિયાકાંઠે પોલીસની લાલ આંખ | મત્સ્યોદ્યોગના નિયમોનો ભંગ કરનારા ૮ માછીમારો સામે ગુનો દાખલ

West Kutch Marine Police Action Fisheries Rules Violation
પ્રતિકાત્મક તસ્વીર 

Kutch Bulletin - ભુજ, કચ્છ: ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને ફિશરીઝ એક્ટની જોગવાઈઓનું ચુસ્ત પાલન કરાવવા પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે. એસઓજી (SOG) શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ કોમ્બિંગ દરમિયાન મુંદરા, માંડવી અને જખૌ મરીન વિસ્તારમાં નિયમ ભંગ બદલ કુલ ૬ ગુના નોંધી ૮ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણ મરીન પોલીસ મથક વિસ્તારમાં કાર્યવાહી

પોલીસ તપાસ દરમિયાન ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોનું ઉલ્લંઘન કરતા નીચે મુજબના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે:

  • મુંદરા મરીન: ઝરપરાના આમદ તૈયબ વાઘેર, ઓસમાણ ગની વાઘેર અને રંધબંદરના અબ્દુલ યુસફ બુચડ.
  • માંડવી મરીન: ત્રગડીનાળના તાલબ હસન જામ અને મોઢવાના કાદર આમધ ચબા.
  • જખૌ મરીન: ગીર સોમનાથના અને હાલ જખૌ રહેતા શબ્બિર અલી કુરેશી, રોહિત અયુબ ભેસલીયા અને અશગર અયુબ ભેસલીયા.

કયા નિયમોના ભંગ બદલ થઈ કાર્યવાહી?

પકડાયેલા તમામ માછીમારો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વટહુકમ-૨૦૨૦ હેઠળ ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા માછીમારી સમુદાયને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે:

  • બોટમાં ટોકન મુજબના જ માછીમારોને લઈ જવા.
  • ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કિશોરોને ખલાસી તરીકે કામે ન રાખવા.
  • નિયત સમયે પરત આવવું અને જે લેન્ડિંગ સેન્ટર પરથી રવાના થયા હોય ત્યાં જ પરત ફરવું.

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે નિયમોનો ભંગ કરનાર માછીમારો દસ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.


વધુ વાંચો:


કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર માટે જોડાઓ: KUTCH BULLETIN
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ