🚨 ભુજ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી
ઇમેઇલ દ્વારા મળેલી ધમકી બાદ સમગ્ર સંકુલ ખાલી કરાવાયું : પોલીસનું સઘન સર્ચ ઓપરેશન
Kutch Bulletin - Bhuj Latest News - ભુજ: શહેરના અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત ગણાતા સેશન્સ કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આજે સવારે જ્યારે કોર્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક મળેલી આ ધમકીએ ચકચાર જગાવી હતી.
📍 તત્કાલ કાર્યવાહી: સુરક્ષાના કારણોસર ન્યાયાધીશો, વકીલો અને અસીલો સહિત સમગ્ર સંકુલ ખાલી કરાવાયું.
📍 તપાસ: બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાનું નિરીક્ષણ.
📍 ઈતિહાસ: એક સપ્તાહ પૂર્વે હેડ પોસ્ટ ઓફિસને પણ આવી જ ધમકી મળી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા સમગ્ર સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. અચાનક કોર્ટ ખાલી કરાવવાના આદેશથી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો કોર્ટ સંકુલની બહાર એકત્ર થઈ ગયા હતા.
🔍 તપાસના ચક્રો ગતિમાન
ઉલ્લેખનીય છે કે, હજુ ગત ૨૭મી ફેબ્રુઆરીના રોજ જ ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ આ જ પ્રકારે ધમકી આપવામાં આવી હતી. માત્ર એક જ સપ્તાહમાં બે મહત્વના સરકારી ભવનોને નિશાન બનાવતા સંદેશા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ કોઈ અસામાજિક તત્વોની ટીખળ છે કે કોઈ મોટું કાવતરું, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં કોર્ટની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. હજુ સુધી સુરક્ષા એજન્સીઓને કોઈ વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી.
📰 અન્ય સમાચાર (Must Read):
📲 કચ્છની લાઈવ અપડેટ માટે જોડાઓ
Kutch Bulletin WhatsApp ચેનલ પર અત્યારે જ ફ્રીમાં જોડાઓ
અત્યારે જ જોડાઓ ⚡#BhujCourt #BombThreat #KutchNews #BreakingNews #GujaratPolice #KutchBulletin #SafetyAlert

0 ટિપ્પણીઓ