કચ્છમાં ઈંધણની કોઈ અછત નથી | કચ્છમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કલેક્ટરશ્રીની ખાતરી, નાગરિકોને પેનિક ન થવા અપીલ

Official Update | Kutch Administration

કચ્છમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે કલેક્ટર આનંદ પટેલ દ્વારા સમીક્ષા બેઠક: અફવાઓથી દૂર રહેવા અપીલ

Kutch bulletin - ભુજ: કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ઇંધણની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી છે. કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

Kutch Collector Anand Patel Petrol Diesel Meeting Bhuj Kutch Bulletin News

✅ ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

આજરોજ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જાણવા મળ્યું કે યુદ્ધના કારણે આયાતી જથ્થા પર કોઈ અસર પડી નથી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, "કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં ઇંધણ ઉપલબ્ધ છે. નાગરિકોને વિનંતી છે કે કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવે. પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવું અને પંપ પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી."

Kutch Bulletin

🚨 સંગ્રહખોરી કરનારા સામે કડક કાર્યવાહી

પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડાએ આ બેઠકમાં કંપનીઓ અને પેટ્રોલ પંપ માલિકોને કડક સૂચનાઓ આપી છે:

  • કોઈપણ તત્વો દ્વારા પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવી.
  • માત્ર વાહનોમાં જ પેટ્રોલ ભરવું, કેન કે અન્ય કોઈ રીતે છૂટક વેચાણ કરવું નહીં.
  • જો કોઈ સંગ્રહખોરી કે છૂટક વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નાગરિકો માટે સૂચના: જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઈંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખી રહ્યું છે. અફવાઓથી ગભરાઈને પેનિક બાઈંગ (Panic Buying) ન કરવા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

કચ્છના અધિકૃત અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા:

Follow Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ