રણવીર સિંહની 'ધુરંધર ૨' નો બોક્સ ઓફિસ પર ધડાકો: રિલીઝ પહેલા જ તોડ્યા મોટા રેકોર્ડ્સ, એડવાન્સ બુકિંગમાં તેજી
મનોરંજન ડેસ્ક (Kutch Bulletin): રણવીર સિંહના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તેની મોસ્ટ અવેટેડ સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર ૨: ધ રિવેન્જ' (Dhurandhar: The Revenge) ના ભારતમાં ૧૪ માર્ચથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯ માર્ચે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ વિદેશી ધરતી પર આ ફિલ્મે કમાણીના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
વિદેશમાં 'ધુરંધર ૨' નો દબદબો
ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક (Sacnilk) ના અહેવાલ મુજબ, અમેરિકામાં ૬૭૮ થી વધુ લોકેશન પર ફિલ્મના ૧,૬૮૪ શો માટે અત્યાર સુધીમાં ૬૧,૪૯૧ થી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે. યુએસએમાં અંદાજે ૯,૮૨,૩૭૪ ડોલરની કમાણી એડવાન્સ બુકિંગ દ્વારા થઈ છે. જો કેનેડાના આંકડા ઉમેરવામાં આવે તો આ રકમ ૧.૨ મિલિયન ડોલર સુધી પહોંચે છે.
શું છે ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ?
આ ફિલ્મના પ્રથમ ભાગ 'ધુરંધર' એ ગયા વર્ષે ડિસેમ્બરમાં ૧૩૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. સીક્વલમાં રણવીર સિંહ ફરી એકવાર ભારતીય જાસૂસ 'હમઝા' ઉર્ફે જસકિરત સિંહ રંગી ના રોલમાં જોવા મળશે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરમાં ફિલ્મની રોમાંચક સ્પેન-એજન્ટ અને એક્શન ડ્રામાની ઝલક જોવા મળી છે.
ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ:
- રણવીર સિંહ: જસકિરત સિંહ રંગી (મુખ્ય ભૂમિકા)
- સંજય દત્ત: મહત્વનો વિલન/કેરેક્ટર રોલ
- અર્જુન રામપાલ: પાવરફુલ ભૂમિકામાં
- સારા અર્જુન: મહત્વની સ્ટાર કાસ્ટ
રિલીઝ ડેટ અને ભાષાઓ
જીયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. ૧૮ માર્ચના રોજ ફિલ્મની પેઇડ પ્રીવ્યુ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુડી પડવા, ઉગાડી અને ઈદના તહેવારોની રજાઓનો લાભ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ચોક્કસ મળશે તેવું ટ્રેડ એનાલિટિક્સ માની રહ્યા છે.
વધુ વાંચો:
🎬 બોલીવુડની લેટેસ્ટ અપડેટ્સ અને ફિલ્મી જગતના રોમાંચક સમાચાર સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.
WhatsApp ચેનલ જોઈન કરો
0 ટિપ્પણીઓ