કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા? T20 વર્લ્ડકપ જીત્યા બાદ સાથે કરી ઉજવણી
કચ્છ બુલેટિન - અમદાવાદ : Who is Ishaan Kishan's girlfriend Aditi Hundia? ભારતીય ક્રિકેટના વર્તુળોમાં બે નામો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શાનદાર ક્રિકેટ અને ગ્લેમરના અનોખા સંગમના કારણે આ નામો ચર્ચાના કેન્દ્રમાં છે. આ નામો બીજા કોઈ નહીં પણ સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન અને તેની સુંદર ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા છે. જયપુરની ફેમસ મોડેલ અદિતિ હુંડિયા અને ઈશાન કિશન વચ્ચેના સંબંધોની સત્તાવાર પુષ્ટિએ સોશિયલ મીડિયાથી લઈને ખેલ જગત સુધી સનસનાટી મચાવી દીધી છે.
T20 વર્લ્ડકપ જીત્યા બાદ સાથે કરી ઉજવણી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs NZ T20 વર્લ્ડ કપ 2026ની રોમાંચક ફાઈનલ દરમિયાન ઈશાન કિશનને ચિયર કરવા માટે અદિતી સ્ટેન્ડમાં હાજર રહી હતી. રેડ ટેન્ક ટોપ અને કેઝ્યુઅલ ડેનિમ્સમાં અદિતીએ પોતાના ઉત્સાહથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈશાન અને અદિતીના સંબંધની શરૂઆત કથિત રીતે IPL 2019 દરમિયાન થઈ હતી. રવિવારે મેન ઈન બ્લુએ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યા બાદ ઈશાન કિશન ત્રિરંગામાં લપેટાયેલો જોવા મળ્યો અને ત્યારે તેની ગર્લફ્રેન્ડ અદિતી સ્ટેન્ડમાંથી આવી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીમાં તેની સાથે જોડાઈ ગઈ હતી.
ફેશનની દુનિયામાં અદિતીનું મોટું નામ
અદિતીની ઓળખ માત્ર "સ્ટાર ગર્લફ્રેન્ડ" સુધી મર્યાદિત નથી. તે રાજસ્થાનના જયપુર સાથે સબંધ ધરાવતી સફળ મોડેલ અને ઉભરતી એન્ટરપ્રેન્યોર છે. તેના કરિયરની શરૂઆત 2017માં થઈ જ્યારે તે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઈનલિસ્ટ બની. ત્યારબાદ 2018માં તેણે મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ જીત્યો. તે સુંદરતા અને ગ્લેમરના ક્ષેત્રમાં મોટું નામ છે.
એજ્યુકેશન અને ફેમિલી બેકગ્રાઉન્ડ
અદિતીએ જયપુરની ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ લીધું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. અદિતીના પિતા લલિત હુંડિયા એક બિઝનેસમેન છે અને તેની માતા બબીતાહુંડિયાએ તેના કરિયરમાં તેને હંમેશા સપોર્ટ કર્યો છે. ભાઈ યશ હુંડિયા સાથે પણ તેને ગાઢ સંબંધો છે. એક શ્રીમંત પરિવારમાંથી હોવા છતાં તેણે પર્સનલ લાઈફ લો-પ્રોફાઈલ રાખી છે.
કેવી રીતે ચર્ચામાં આવી અદિતી?
IPL 2019માં અદિતી "મિસ્ટ્રી ફેનગર્લ" તરીકે વાઈરલ થઈ હતી. કેમેરા વારંવાર અદિતી પર ફોકસ કરતા જે સ્ટેન્ડમાં બેસી ઈશાનને ચિયર કરતી હતી. આજે તે ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે અને "લેબલ અદિતી હુંડિયા" નામની પોતાની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે.
ક્રિકેટના તમામ અપડેટ્સ માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો:
અહીં ક્લિક કરોવધુ વાંચો:
#IshanKishan #AditiHundia #TeamIndia #T20WorldCup2026 #CricketNews #CelebrityCouple #IndianCricket #FashionModel

0 ટિપ્પણીઓ