કચ્છમાં આભમાંથી વરસી રહી છે આગ | ભુજમાં પારો 43.8 ડિગ્રી | કાળઝાળ ગરમી વચ્ચે જનજીવન પ્રભાવિત

Kutch Weather Update | Heatwave Alert

કચ્છમાં પ્રખર ગરમીનો પ્રકોપ: ભુજમાં પારો ૪૪ ડિગ્રીની નજીક પહોંચતા જનજીવન પ્રભાવિત

Bhuj Kutch Heatwave 44 Degrees Temperature Election Voting Impact Kutch Bulletin News

Kutch Bulletin - ભુજ: કચ્છ જિલ્લામાં ઉનાળાના આકરા મિજાજ વચ્ચે સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય તેમ તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર, સરહદી જિલ્લા કચ્છમાં પણ પ્રખર ગરમીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક ભુજમાં રવિવારના રોજ મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા નગરજનો ગરમીમાં શેકાયા હતા.

Sponsored Content

🔥 સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો ઊંચકાયો

ભુજની સાથે સાથે કચ્છના અન્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહ્યો છે. કંડલામાં ગરમી ૪૦ ડિગ્રીની નજીક એટલે કે ૩૯.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ, હંમેશા ઠંડક માટે જાણીતા નલિયામાં પણ ગરમીએ પોતાની પકડ મજબૂત કરી છે અને ત્યાં ૩૮.૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અબડાસા અને આસપાસના રણ વિસ્તારમાં પણ લૂ ફૂંકાતા પશુપાલકો અને ગ્રામ્ય જનતા હેરાન-પરેશાન થઈ ગયા છે.

🗳️ મતદાન પર ગરમીનું ગ્રહણ: બૂથો પર સન્નાટો

આકરા તાપની સીધી અસર આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. સવારના સમયે ઉત્સાહપૂર્વક શરૂ થયેલું મતદાન બપોર ચડતા જ ગરમીના પ્રકોપ સામે ધીમું પડ્યું હતું. બપોરે ૧૨ થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન મોટાભાગના મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. ગરમીથી બચવા મતદારોએ સવારના વહેલા સમયને પસંદ કર્યો હતો, જ્યારે સાંજે તાપ ઓછો થતા ફરીથી કતારો જામી હતી.

દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો, ઓખામાં ૩૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે અન્ય ભાગોની સરખામણીએ ઓછું હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે જયારે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૪૪.૨ ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક રહ્યું હતું. 

આરોગ્ય વિભાગની સલાહ: હવામાન નિષ્ણાતોના મતે, આગામી થોડા દિવસો સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પ્રવાહીનું વધુ સેવન કરવા સલાહ આપવામાં આવી છે.

કચ્છના હવામાન અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ