જવાનોના પ્રશ્નોના ઉકેલ લાવનાર દૈવતસિંહ જાડેજા નિવૃત્ત | બોર્ડરવિંગ તાલીમ શાળા ખાતે યોજાયો ભવ્ય વિદાય સમારંભ

Kutch News | Respect & Honor

બોર્ડરવિંગના કાર્યદક્ષ અધિકારી દૈવતસિંહ જાડેજાનો દાંતિવાડા ખાતે ભવ્ય વિદાયમાન સમારંભ યોજાયો

દાંતિવાડા: બોર્ડરવિંગમાં લાંબા સમય સુધી પ્રશંસનીય અને નિષ્ઠાવાન સેવાઓ આપી વય નિવૃત્ત થયેલા કંપની કમાન્ડર અને ઇન્ચાર્જ ટુ-આઈ.સી. શ્રી દૈવતસિંહ એન. જાડેજાનો વિદાય-સન્માન સમારંભ દાંતિવાડા તાલીમ શાળા ખાતે અત્યંત હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.

Daivatsinh Jadeja Border Wing Farewell Dantiwada Kutch Bulletin

સ્ટાફ ઓફિસર વી.ડી. ઓઝા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નંબર-૧ બટાલિયન બોર્ડરવિંગનો સ્ટાફ, કર્મચારીઓ તેમજ શ્રી જાડેજાના સ્નેહીજનો અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના કાર્યકાળને બિરદાવવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

🎖️ જવાનોના હિત માટેનું અભૂતપૂર્વ યોગદાન

શ્રી દૈવતસિંહ જાડેજાએ ૫૮ વર્ષની વય સુધી અત્યંત ઈમાનદારીથી ફરજ બજાવી છે. ખાસ કરીને પાલનપુર ખાતેની તેમની નિમણૂક દરમિયાન જવાનોની વર્ષો જૂની માંગણી સમાન 'પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ' અપાવવા માટે તેમણે વ્યક્તિગત રસ લઈ અમદાવાદ વડી કચેરીથી ઓર્ડર મેળવી જવાનોને ન્યાય અપાવ્યો હતો.

Daivatsinh Jadeja Border Wing Farewell Dantiwada Kutch Bulletin

આ ઉપરાંત, ખાતાકીય પરીક્ષાઓ, તાલીમ અને ડી.પી.સી.માં જવાનોના દસ્તાવેજો ક્લિયર કરાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. મડાણા એસ.આર.પી.એફ. ખાતે ઇન્સ્ટ્રક્ટરોની ફાળવણી કરાવી તાલીમ પૂર્ણ કરાવવામાં પણ તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે.

નિવૃત્તિ વેળાએ પણ જવાનોના હિતની ચિંતા કરનાર આ લોકપ્રિય અધિકારી પ્રત્યે તમામ જવાનોએ આદરભાવ વ્યક્ત કરી તેમની સેવાઓને યાદ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા તેમને નિવૃત્તિ બાદનું જીવન તંદુરસ્ત અને સુખદાયક રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કચ્છના દરેક સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ