Kutch Crime Update | LCB Success
સામખિયાળીમાં ૧.૮૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીઓની ધરપકડ
કચ્છ બુલેટિન - સામખિયાળી: પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગારીયાધારના બે શખ્સોને મુદ્દામાલ અને આઈ-૧૦ કાર સાથે ઝડપી પાડ્યા છે.
ગત તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ સામખિયાળીના પંચવટી કોમ્પ્લેક્સમાં આવેલી આશાપુરા ટ્રેડિંગ નામની દુકાનમાંથી અજાણ્યા શખ્સો ૧,૮૦,૦૦૦ રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધીક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
🚔 પોલીસની દિલધડક કાર્યવાહી
એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ પોતાની આઈ-૧૦ ગાડી લઈને સુરજબારી બ્રિજથી સામખિયાળી તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે ૨૮ વર્ષીય વિકી વેલશીભાઈ શેખલીયા અને ૩૩ વર્ષીય મહેશ ઉર્ફે મયલો મગનભાઈ સોલંકી (રહે. ગારીયાધાર, ભાવનગર) ની ધરપકડ કરી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
- ૧,૭૫,૫૦૦ રૂપિયાની રોકડ
- ૫,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની i10 કાર
- ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન
- કુલ મુદ્દામાલ: ૬,૮૦,૫૦૦ રૂપિયા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિકી શેખલીયા અગાઉ પણ ગારીયાધાર અને કોટડા સાંગાણી પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાલા, સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને એલ.સી.બી. સ્ટાફ જોડાયા હતા.
વધુ વાંચો:
કચ્છના દરેક સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ