Kutch Crime | ગાંધીધામ બી-ડિવિઝન પોલીસનો સપાટો: રઘુવીરસિંહ એન્ડ સન્સ ગોડાઉન પાસે જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

Kutch Crime Update | Gandhidham

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા

કચ્છ બુલેટિન - ગાંધીધામ: શહેરના બી-ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવાના અભિયાન હેઠળ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. રઘુવીરસિંહ એન્ડ સન્સ ગોડાઉનની સામે ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા શખ્સો પાસેથી રોકડ રકમ અને ગંજીપો જપ્ત કરાયો છે.

Gandhidham Police Raid Gambling Arrest Kutch Bulletin

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી.

ADVERTISEMENT

બાતમીના આધારે પોલીસે રઘુવીરસિંહ એન્ડ સન્સ ગોડાઉનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહેલા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

⚖️ પકડાયેલા આરોપીઓની વિગત

પોલીસે આ સ્થળ પરથી રોકડા ૧૦,૨૦૦ રૂપિયા અને ૫૨ નંગ ગંજીપાના કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે:

  • યશપાલ રામદિન બર્મન
  • જયકુમાર રામદિન કેવટ
  • ભોલુ રામરતન કેવટ
  • કલામુદ્દીન અલ્હમ અંસારી
  • રમેશ માવાભાઈ સોલંકી
  • ક્રિષ્ના હરિકિશોર કેવટ
  • રાજુ બ્રહ્મદેવ મુખીયા

પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા સહિત પીએસઆઈ એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

કચ્છના દરેક સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ