હવે નેતાઓ માટે જનતા જ માઈબાપ ! | ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર | ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮મીએ પરિણામ, જાણો આખું શિડ્યુલ

Election Update | Gujarat Politics

આમ જનતા કે અચ્છેદિન | હવે ૨૫ દિવસ સુધી નેતાઓ માટે જનતા જ માઈબાપ | ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

કચ્છ બુલેટિન - Gujarat Local Body Election : ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે (1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

Gujarat Local Body Election 2026 Dates Schedule Kutch Bulletin

🗳️ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત

  • મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
  • જિલ્લા પંચાયત: 34
  • તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
  • નગર પાલિકા: 84
  • મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
  • આચાર સંહિતા: આજથી અમલી

📅 ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

📍 ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

📍 ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

📍 ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

📍 ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026

✅ મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026

🏆 મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

🏘️ નવી મહા નગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી

ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકાને 'મહા નગરપાલિકા'નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે.

📊 OBC અનામતનું નવું સમીકરણ

ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક પંચાયતોમાં હાલ વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

ચૂંટણીના પળેપળના સમાચાર માટે જોડાઓ:

Follow Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ