Health Alert | Kutch Administration
કુકમા અને માધાપરમાં ફૂડ વિભાગની આકરી તપાસ: ૨૧ પેઢીઓ પર દરોડા પાડી ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
કચ્છ બુલેટિન (ભુજ): તાજેતરમાં ભુજ તાલુકાના લોડાઈ ગામમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ હવે કચ્છ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. લોડાઈમાં દૂષિત ખોરાકને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હતા, જેને એક ચેતવણી સમાન ગણીને તંત્ર દ્વારા હવે ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શનિવારે ભુજ તાલુકાના વિવિધ ગામોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા બજારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
Sponsored Content
ફૂડ વિભાગના અધિકારીઓએ ખાસ કરીને ગ્રામ્ય સ્તરે કાર્યરત લારી-ગલ્લા, નાની હોટલો અને નાસ્તાના સ્ટોલને નિશાન બનાવ્યા છે. તપાસ દરમિયાન માત્ર પાણીપુરી જ નહીં, પરંતુ કચ્છના લોકપ્રિય નાસ્તા એવા દાબેલી, ભેલ, ફાફડા-જલેબી અને ફરસાણનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં વપરાતા તેલ, મસાલા અને અન્ય સામગ્રીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય સાથે ચેડાં કરતા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થો બનાવતા એકમો સામે કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે.
📍 કુકમા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ
ભુજ તાલુકાના કુકમા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં લોડાઈ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવવાનો છે. તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ફૂડ વિભાગની આ આકરી કાર્યવાહીને પગલે અનેક હલકી ગુણવત્તાનો સામાન વેચતા ધંધાર્થીઓએ ફાફડા-જલેબી કે ફરસાણના ઘાણ ઉતારવાનું બંધ કરી દીધું હતું. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લાયસન્સ વગર કે ગંદા વાતાવરણમાં ચાલતા નાસ્તાના સ્ટોલ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.
🔥 શંકાસ્પદ જથ્થાનો સ્થળ પર નાશ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ કચ્છ દ્વારા આવનાર ગરમી ની મોસમ ના પગલે જિલ્લા ના વિવિધ વિસ્તારો માં રોગચાળો ન ફાટી નીકળે તેમજ ફૂડ પોઈઝનિંગ જેવી અનિચ્છનીય ઘટના ના બને તેની તકેદારીના ભાગ રૂપે ભુજ તાલુકાના કુકમા, માધાપર, ભુજ શહેરના અંતરિયાળ વિસ્તારો તેમજ ગામમાં ફૂડ વિભાગ દ્વારા નાસ્તાની લારીઓ ખાસ પાણી પુરી પર ચેકિંગ કરવામાં આવ્યું. સ્વચ્છતા અને ગુણવત્તા અંગે વેપારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી તેમજ નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ.
📊 તપાસની મુખ્ય વિગતો:
- કુકમા તેમજ માધાપર ખાતે ૨૧ જેટલી પેઢીની તપાસ કરવામાં આવી.
- કુલ ૯ જેટલા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી.
- શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થ જેવા કે પાણીપુરી નુ પાણી, દાબેલી નો મસાલો, પાપડી, કલર, લીલી ચટણી સહિતની વસ્તુનો આશરે ૫૫ કિલો જેટલો જથ્થો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો છે.
👮 તંત્રની ટીમ અને કાર્યવાહી
જિલ્લા ફૂડ અધિકારી એ બી પટેલ ની સૂચના થી તેમજ વી એમ બરંડા, એસ બી પટેલ તથા એમ એમ પટેલ ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા સઘન તપાસ કામગીરી કરવામાં આવી રહેલ છે તેમજ આવનાર દિવસોમાં સદર બાબતને ધ્યાને લઈ ભવિષ્યમાં ઓચિંતી તપાસ આવા એકમોની કરવામાં આવશે.
વધુ વાંચો:
કચ્છના તમામ મહત્વના સમાચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા:
Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ