કચ્છના પશુપાલકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય | ₹૨ ના રાહતદરે પશુદીઠ દૈનિક ૪ કિલો ઘાસ મળશે | વન વિભાગના ડેપો પરથી થશે વિતરણ

 Kutch Bulletin Desk | Bhuj Kutch Subsidized Fodder Grass Card Scheme Updates

State government's significant decision "As a Special Case" for the welfare of Kutch district's cattle herders: Fodder to be distributed at concessional rates.

એક ઘાસકાર્ડ પર વધુમાં વધુ ૫ પશુઓની મર્યાદામાં પશુદીઠ દૈનિક ૪ કિલોગ્રામ ઘાસ વિતરણ કરવાની વહીવટીતંત્રની જાહેરાત.

વન વિભાગના વિવિધ ગોડાઉનોમાં ૨૮ લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ, તલાટીનો સંપર્ક કરી પશુપાલકો ઘાસકાર્ડ કઢાવી શકશે.

Kutch Bulletin Desk | Bhuj Kutch Subsidized Fodder Grass Card Scheme Updates

Kutch Bulletin - ભુજ : કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ ન થવાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારે 'ખાસ કિસ્સામાં' પશુપાલકોની વહારે આવીને એક ખુબ જ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો, માલધારીઓ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ જમીન વિહોણા પશુપાલકો માટે રાહતદરે ઘાસ વિતરણ કરવાની દરખાસ્તને સહાનુભૂતિપૂર્વક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય અંતર્ગત પશુ નિભાવણી માટે પશુપાલકોને મોટો આર્થિક ટેકો મળી રહેશે.

🌾 ₹૨ ના રાહતદરે પશુદીઠ ૪ કિલો ઘાસચારો મળશે

Kutch Bulletin Desk | Bhuj Kutch Subsidized Fodder Grass Card Scheme Updates

કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક જનપ્રતિનિધિઓ, પશુપાલક મંડળો અને વિવિધ આગેવાનો દ્વારા મળેલી રજૂઆતોના આધારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારને એક ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને સરકારે સ્વીકારી લીધી છે. આ યોજના હેઠળ એક ઘાસકાર્ડ ઉપર પાંચ પશુઓની મર્યાદામાં, પશુદીઠ દૈનિક ચાર કિલોગ્રામ સૂકો ઘાસચારો માત્ર ₹૨ પ્રતિ કિલોગ્રામના રાહતદરે વિતરણ કરવામાં આવશે.

🌲 વન વિભાગના ડેપોમાં ૨૮ લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ

જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, પશુપાલકોને ઘાસ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ અને સુવ્યવસ્થિત આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં કચ્છ જિલ્લામાં વન વિભાગના વિવિધ ગોડાઉનો અને ડેપો ખાતે અંદાજે ૨૮ લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે, જ્યાંથી વિતરણ પ્રક્રિયા હાથ ધરાશે.

📋 આ રીતે બનશે 'ઘાસકાર્ડ', તલાટીનો સંપર્ક કરવા અપીલ

રાહતદરે ઘાસ મેળવવા ઈચ્છતા કચ્છના પશુપાલકોએ નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે:

પશુપાલકોએ પોતાની ઘાસની માગણી મુજબની અરજી જરૂરી આધારપુરાવાઓ સાથે પોતાના ગામના તલાટી-કમ-મંત્રીને સબમિટ કરવાની રહેશે.

તલાટી સમક્ષ મળેલી આ અરજીઓની ચકાસણીના આધારે સંબંધિત તાલુકાના મામલતદારશ્રી દ્વારા પશુપાલકોને સત્તાવાર 'ઘાસકાર્ડ' ઇશ્યૂ કરવામાં આવશે.

ઘાસકાર્ડ પ્રાપ્ત થયા બાદ પશુપાલકો પોતાના નજીકના વન વિભાગના ગોડાઉન પર જઈને રાહતદરે ઘાસચારો મેળવી શકશે.

ચાલુ વર્ષે વરસાદની અછત વચ્ચે પશુધનના નિભાવ માટે ચિંતાતુર કચ્છના માલધારીઓ માટે સરકારનો આ નિર્ણય ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ