પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગ ઝડપાઈ | ૪ તસ્કરો મુદ્દામાલ સાથે પકડાયા

 Kutch Bulletin Desk | Anjar Crime & Law Updates

Major success for Anjar Police: Gang of habitual offenders stealing copper wire from wind turbines nabbed; 4 accused sent to jail.

અંજાર તાલુકાના વલાડીયા, ભુવડ, ખેડોઈ, સિનુગ્રા અને કુંભારીયા સીમની પવનચક્કીઓમાં ચોરીનો ઉકેલાયો ભેદ.

અશોક લેલેન્ડ ગાડી અને ૪૦ કિલો કોપર વાયર સહિત રૂ. ૫.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે.

પકડાયેલા ચારેય આરોપીઓ ચોરી, ઘરફોડ અને હુમલા જેવા ગંભીર ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

Kutch Bulletin Desk | Anjar Crime & Law Updates

Kutch Bulletin - અંજાર : અંજાર તાલુકાના વિવિધ ગ્રામ્ય સીમ વિસ્તારોમાં આવેલી સુઝલોન અને રીન્યુ પાવર કંપનીની પવનચક્કીઓમાંથી અવારનવાર થતી કેબલ વાયરની ચોરીનો ભેદ અંજાર પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. ચોરીનો કેબલ વાયર વેચવા નીકળેલા ૪ રીઢા તસ્કરોને વાહન અને મુદ્દામાલ સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે આચરતા ચોરી? બાતમીના આધારે પોલીસે ગોઠવી જાળ 

અંજાર તાલુકાના વલાડીયા, ભુવડ, ખેડોઈ, સિનુગ્રા, મિંદીયાણા અને કુંભારીયા ગામની સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી કેબલ વાયર ચોરી થવા અંગે ફરિયાદો નોંધાઈ હતી. બોર્ડર રેન્જ આઇજી શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી શ્રી સાગર બાગમાર તથા અંજાર ડીવાયએસપી શ્રી મુકેશ ચૌધરીની સૂચનાથી અંજાર પી.આઈ. શ્રી એચ. એ. જાડેજા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી.

તપાસ દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, રમજાન વીરા નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે અશોક લેલેન્ડ ગાડી (રજિ. નં. GJ-12-BZ-3726) માં ચોરીનો કોપર વાયર ભરીને વેચવા નીકળ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગાડી અટકાવી ૪ ઇસમોને પકડી પાડ્યા હતા.

🔍 કડક પૂછપરછમાં ગુનાની કબૂલાત 

પોલીસે અટકાયત કરેલા શખ્સોની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, આશરે ૧૫ દિવસ પહેલાં તેઓએ વલાડીયા અને કુંભારીયા સીમની પવનચક્કીઓમાંથી કેબલ વાયરની ચોરી કરી હતી. આ ચોરી કરેલા વાયર પૈકીનો અડધો જથ્થો બે દિવસ પહેલાં જ ગાંધીધામના રતન દેવીપૂજક નામના શખ્સને વેચી દીધો હતો.

ઝડપાયેલા આરોપીઓની વિગત: 

૧. દેવરાજ અશોકભાઈ ઠક્કર (ઉં.વ. ૨૬, રહે. નવા નગર, અંજાર) ૨. રમજાન ઈબ્રાહીમ વીરા (ઉં.વ. ૪૫, રહે. લાકડા બજાર, નવા નગર, અંજાર) ૩. અર્જુન શિવરામ ખાંડેકા (ઉં.વ. ૨૧, રહે. મોમાઈ નગર, અંજાર) ૪. રીયાઝ ઈબ્રાહીમ બુકેરા (ઉં.વ. ૨૬, રહે. વાગડીયા ચોક પાસે, અંજાર)

વોન્ટેડ આરોપી: ચોરીનો માલ ખરીદનાર રતન દેવીપૂજક (રહે. ગાંધીધામ) ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

📦 રૂ. ૫.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત:

ચોરીનો બાળેલો કોપર વાયર: ૪૦ કિલોગ્રામ (કિંમત રૂ. ૨૪,૦૦૦/-)

ગુનામાં વપરાયેલ અશોક લેલેન્ડ ગાડી: (રજિ. નં. GJ-12-BZ-3726) (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-)

કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૫,૨૪,૦૦૦/-

⚖️ ઝડપાયેલા તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : 

પકડાયેલા તમામ ચાર આરોપીઓ અગાઉ પણ ચોરી, મારમારી અને જાનલેવા હુમલા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. દેવરાજ ઠક્કર વિરુદ્ધ વિંછીયામાં ૨ ચોરીના ગુના, રમજાન વીરા વિરુદ્ધ અંજારમાં ૩ ગુના, અર્જુન ખાંડેકા વિરુદ્ધ અંજાર અને ધ્રોળમાં ૨ ગુના તથા રીયાઝ બુકેરા વિરુદ્ધ અંજારમાં હુમલા (૩૦૭) અને ભુજ B-ડિવિઝનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે.

👮‍♂️ કામગીરી કરનાર પોલીસ ટીમ : 

આ સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એચ. એ. જાડેજા, પી.એસ.આઈ. શ્રી એસ. જી. વાળા, પી.એસ.આઈ. શ્રી જે. એસ. ચૂડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ