સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો | MCX પર સોનું ₹1.52 લાખ અને ચાંદી ₹2.37 લાખની સપાટીએ ક્લોઝ | જાણો કડાકા પાછળનું વૈશ્વિક ગણિત

 Kutch Bulletin Desk | Business & Market News

Sharp drop of over ₹4,500 in gold and ₹7,700 in silver: Major volatility in the MCX futures market; find out the key reasons behind the sudden price decline.

MCX પર સોનું રૂ. ૪,૫૧૩ સુધી તૂટ્યા બાદ રૂ. ૧,૫૨,૭૬૭ ની સપાટીએ બંધ રહ્યું.

ચાંદીમાં એક જ દિવસમાં રૂ. ૭,૭૭૭ નો મસમોટો ઘટાડો, છેલ્લે રૂ. ૨,૩૭,૬૫૮ પર ક્લોઝ થઈ.

મજબૂત યુએસ ડૉલર, બોન્ડ યીલ્ડ અને ગ્લોબલ પ્રોફિટ બુકિંગના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ.

Kutch Bulletin Desk | Business & Market News

Kutch Bulletin - ભુજ : વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલર્સમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, દિવસના અંતે નીચલા સ્તરેથી આંશિક રિકવરી આવતા બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે બંધ રહી હતી.

સોનામાં ₹૪,૫૧૩ નો કડાકો, છેલ્લે ₹૩,૦૦૮ ઘટીને બંધ 

MCX પર સોનાના ૫ ઓક્ટોબર ૨૦૨૬ ના વાયદાની વાત કરીએ તો, સોનું ₹૧,૫૭,૦૭૫ પર ઓપન થયા બાદ દિવસ દરમિયાન ₹૧,૫૧,૨૬૨ ની નીચલી સપાટી (Low) એ પહોંચી ગયું હતું. આમ, એક સમયે સોનાના ભાવમાં ₹૪,૫૧૩ સુધીનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ત્યારબાદ રિકવરી આવતા સોનું ₹૩,૦૦૮.૦૦ (-૧.૯૩%) ના ઘટાડા સાથે ₹૧,૫૨,૭૬૭.૦૦ ની સપાટીએ ક્લોઝ થયું હતું.

ચાંદી ₹૭,૭૭૭ સુધી તૂટ્યા બાદ ₹૨,૩૭,૬૫૮ પર ક્લોઝ થઈ 

ચાંદીના ૪ ડિસેમ્બર ૨૦૨૬ ના વાયદામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી ₹૨,૪૧,૧૦૬ પર ઓપન થઈને દિવસ દરમિયાન ₹૨,૩૪,૫૭૨ ની નીચલી સપાટી સુધી ગગડી ગઈ હતી, એટલે કે ચાંદીમાં એક જ દિવસમાં ₹૭,૭૭૭ નો મસમોટો કડાકો આવ્યો હતો. ત્યારબાદ સુધારા તરફ આગળ વધીને ચાંદી છેલ્લે ₹૪,૬૯૧.૦૦ (-૧.૯૪%) ના ઘટાડા સાથે ₹૨,૩૭,૬૫૮.૦૦ ના ભાવ પર બંધ થઈ હતી.

સોના-ચાંદીની કિંમતો તૂટવા પાછળના મુખ્ય કારણો 

વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્યત્વે નીચે મુજબના પરિબળો જવાબદાર ગણાવવામાં આવે છે:

મજબૂત યુએસ ડૉલર: ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું.

વધતી બોન્ડ યીલ્ડ: યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી રોકાણકારોનો ઝુકાવ બદલાયો.

પ્રોફિટ બુકિંગ (લાભ વસૂલી): ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા મોટા પાયે નફો રળવાની હોડ જામી હતી.

વ્યાજદરના સંકેતો: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગેના મિશ્ર સંકેતોને કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ