દિવાળી અને બેસતા વર્ષના મુહૂર્તો જાહેર | સ્વામી સદાનંદજીએ જણાવ્યા ધનતેરસ, ચોપડા પૂજન અને લાભ પાંચમના શ્રેષ્ઠ સમય

 Kutch Bulletin Desk | ધાર્મિક સમાચાર

Auspicious timings for the festival of Deepotsavi according to the scriptures: Diwali on November 8th and the New Year on November 10th.

સિદ્ધ ગાયત્રી શક્તિપીઠના ગાદીપતિ સ્વામી સદાનંદજી દ્વારા ધનતેરસ, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન અને લાભ પાંચમના વિશેષ શુભ સમય કરાયા જાહેર

Deepotsavi Muhurat 2026 Diwali and Besatu Varsh Gujarat

ભુજ - કચ્છ બુલેટીન : વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષાગમન અને શારદીય નવરાત્રિ બાદ આવતા દીપોત્સવી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ સ્થિત શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠના ગાદીપતિ સ્વામી સદાનંદ (મનોજ ઇન્દ્રવદન આચાર્ય) દ્વારા દિવાળીના વિવિધ તહેવારો અને પૂજનાદિ માટેના શાસ્ત્રોક્ત શુભ મુહૂર્તો જાહેર કરવામાં આવ્યા છે.

ધનતેરસ અને વાઘ બારસના શુભ મુહૂર્તો

આગામી તારીખ ૫ નવેમ્બર ૨૦૨૬ના ગુરુવારે આસો વદ અગિયારસના દિવસે રમા એકાદશી, વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીની ઉજવણી સાથે દીપોત્સવી પર્વમાળાનો પ્રારંભ થશે. ત્યારબાદ તારીખ ૬ નવેમ્બરના શુક્રવારે આસો વદ બારસના દિવસે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. ધનતેરસે ધન અને લક્ષ્મી પૂજન માટે દિવસ દરમિયાન અલગ અલગ ચોઘડિયા મુજબ સવારે ૧૦:૩૧ થી ૧૦:૫૯, બપોરે ૧૨:૨૩ થી ૧:૪૬, સાંજે ૪:૩૩ થી ૫ તેમજ રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ અને ૯:૧૦ થી ૧૦:૪૫ સુધીના અત્યંત શ્રેષ્ઠ મુહૂર્તો પ્રાપ્ત થઈ રહ્યા છે.

કાળી ચૌદસ અને દિવાળી પૂજન સમય

તારીખ ૭ નવેમ્બરના શનિવારે આસો વદ તેરસ અને કાળી ચૌદસનો સમન્વય રહેશે. શનિવારે સવારે ૧૦:૪૯ કલાકે તેરસ પૂર્ણ થઈ ચતુર્દશી તિથિ બેસતી હોવાથી સ્નાન અને દાન આદિ કાર્યો રવિવારે સવારે ૧૧:૨૯ વાગ્યા સુધીમાં કરી શકાશે. કાળી ચૌદસ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના માટે શનિવારે સાંજે ૫:૫૭ થી ૭:૩૩, રાત્રે ૯:૧૦ થી ૧૦:૪૫ તેમજ મધ્યરાત્રિએ ૦૦:૨૩ થી ૦૦:૪૯ સુધીનો સમય શુભ ગણાવવામાં આવ્યો છે.

આસો વદ ચૌદશ, તારીખ ૮ નવેમ્બરના રવિવારે મહાપર્વ દિવાળીની ઉજવણી થશે. વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માટે લક્ષ્મી અને શારદા ચોપડા પૂજન કરવા માટે બપોરે ૧૧:૨૮ થી ૧૨:૨૩, બપોરે ૧:૪૫ થી ૩:૦૯ તથા સાંજે અને રાત્રે ૫:૫૬ થી ૧૦:૪૬ સુધીનો સળંગ સમયગાળો ચોપડા પૂજનાદિ વિધિ માટે ઉત્તમ રહેશે.

નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમના મુહૂર્તો

તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૬ના મંગળવારે કારતક સુદ એકમના શુભ દિવસે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષનો પ્રારંભ થશે. બેસતા વર્ષના પવિત્ર દિવસે નૂતન વર્ષાભિનંદન અને મંગળ કાર્યો માટે સવારે ૩:૦૦ થી ૬:૫૧, સવારે ૯:૩૭ થી ૧૧:૦૦, બપોરે ૧૧:૦૦ થી ૧:૪૬, બપોરે ૩:૦૦ થી ૪:૩૨, સાંજે ૭:૩૨ થી ૯:૦૯ તેમજ રાત્રે ૧૦:૪૬ થી ૧૨:૪૯ સુધીના મુહૂર્તો રહેશે.

નવા વર્ષના બીજા દિવસે એટલે કે તારીખ ૧૧ નવેમ્બરના બુધવારે કારતક સુદ બીજના દિવસે ભાઈબીજનો પર્વ ઉજવાશે, જેમાં સવારે ૬:৪০ થી ૯:૧૦, સવારે ૧૦:૨૫ થી ૧૧:૪૦, સાંજે ૩:૧૦ થી ૪:૪૦ અને રાત્રે ૬:૨૫ થી ૧૧:૪૦ સુધી ભાઈ-બહેનના પ્રેમ સમાન આ પર્વની વિધિઓ થઈ શકશે. અંતમાં, કારતક સુદ પાંચમ, તારીખ ૧૪ નવેમ્બરના શનિવારે લાભ પાંચમના દિવસે વેપાર-રોજગારના નવા બોહીખાતા અને પેઢી ખોલવા માટે સવારે ૮:૧૬ થી ૯:૩૮, બપોરે ૧૨:૨૩ થી ૦૧:૪૬, બપોરે ૩:૦૯ થી ૪:૩૧, સાંજે ૫:૫૪ થી ૭:૩૧ અને રાત્રે ૭:૦૯ થી ૧૦:૪૬ સુધીના શ્રેષ્ઠ ચોઘડિયા ઉપલબ્ધ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ