Kutch Bulletin, ગાંધીધામ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રોટરીનગર વિસ્તારમાં ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતના ઝઘડામાં એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસે આ ચકચારી મર્ડર કેસમાં ગણતરીના કલાકોમાં બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રોટરીનગર વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા બાબતે આરોપીઓ અને ભોગ બનનાર વચ્ચે ઝઘડો થયો હતો. આ જૂના મનદુઃખને રાખીને આરોપીઓએ યુવકને પકડીને બેરહેમીથી માર માર્યો હતો. જીવ બચાવવા માટે યુવક જ્યારે પોતાના ઘરના બાથરૂમમાં ભરાઈ ગયો, ત્યારે આરોપીઓએ પાછળ જઈ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
હોસ્પિટલમાં દમ તોડ્યો, મર્ડરનો ગુનો નોંધાયો
ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ હીરાભાઈ મહેશ્વરીની ફરિયાદના આધારે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે મર્ડર (BNS કલમ-૧૦૩) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી
ગાંધીધામ પોલીસે બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડ્યા છે.
- પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ
- અંજુબેન ઉર્ફ અજીબેન હરેશભાઈ માતંગ
- ચીમનારામ ગોમારામ મારવાડી
આ કેસમાં અન્ય એક આરોપી મંજુબેન મહેશ્વરી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કચ્છના ગુનાખોરી અને અન્ય મહત્વના સમાચારો માટે જોતા રહો Kutch Bulletin.
તાજા અપડેટ્સ માટે અમારી WhatsApp ચેનલમાં જોડાવો.
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ