અબડાસાના કોઠારામાં ખૂની ખેલ | મિયાણી લીઝના રસ્તા બાબતે હુમલો કરનાર ૮ શખ્સોને LCBએ દબોચ્યા | જીમ્ની કાર અને હથિયારો જપ્ત

કોઠારા ખૂનની કોશિશ કેસમાં પશ્ચિમ કચ્છ LCB દ્વારા ૮ આરોપીઓની ધરપકડ

Kutch Bulletin, અબડાસા/ભુજ: કચ્છના અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ખૂનની કોશિશની ચકચારી ઘટનાનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. હિતાચી મશીનથી રસ્તો બંધ કરવા બાબતે થયેલી તકરારમાં જીવલેણ હુમલો કરનાર આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ખીરસરા (વિંઝાણ) ના રહેવાસી અલ્તાફ હિંગોરાએ ફરિયાદ નોંધાવી હતી કે, મિયાણી ગામે આવેલી તેમની લીઝનો મુખ્ય માર્ગ આરોપીઓ દ્વારા હિતાચી મશીન વડે બંધ કરવામાં આવતો હતો. આ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીઓએ ટોળું વળીને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ૬ નામજોગ અને ૧૫ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

LCB એ આ આરોપીઓને ઝડપી પાડ્યા

પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ LCB PI એ.એમ. મકવાણા અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નીચે મુજબના આરોપીઓને ઝડપી લીધા છે:

  • ગફુર હુશેન પડેયાર
  • અજીમ જુસબ પડયાર
  • સલીમ આઘમ પડેયાર
  • હાફીઝ કાસમ પડેયાર (ગુનાહિત ઇતિહાસ ધરાવે છે)
  • જુશબ ઉર્ફે બુઢા મીઠુ પડેયાર
  • અલ્તાફ સુમાર ખલીફા
  • મંજુરહુશેન જુમા હમીર પડેયાર
  • હમીદ જાનમામદ હિંગોરા

મુદ્દામાલ અને હથિયારો જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બે મોંઘીદાટ મારુતિ જીમ્ની કાર (કિંમત રૂ. ૧૨ લાખ) કબજે કરી છે. આ ઉપરાંત હુમલામાં વપરાયેલા પાંચ લાકડાના ધોકા અને લોખંડનો પાઇપ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી હાફીઝ પડેયાર અગાઉ આર્મ્સ એક્ટ અને વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.


કચ્છના ક્રાઈમ અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોતા રહો Kutch Bulletin.

તાજા અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારી WhatsApp ચેનલમાં જોડાવો.

👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ