Kutch Bulletin, ભુજ: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આજે ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં વીજ બિલના બાકી લેણાં વસૂલવા માટે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અંજાર અને ભુજ વર્તુળની ૧૪૫ ટીમોએ મેદાનમાં ઉતરીને ૨૫૨૦ જેટલા વીજ જોડાણો કાપી નાખતા ખળભળાટ મચી ગયો છે.
૪૦૦થી વધુ કર્મચારીઓનો કાફલો મેદાનમાં
આ મેગા ડ્રાઈવમાં ભુજ શહેર-૧, ભુજ શહેર-૨, ભુજ ગ્રામ્ય, કુકમા અને ભુજોડી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં આશરે ૪૦૦થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને લાઈન સ્ટાફ જોડાયો હતો. જે ગ્રાહકોના લાંબા સમયથી મોટા બિલ બાકી હતા, તેમના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા.
૨૫૨૦ કનેક્શનો પર ડિસકનેક્શન મેમો
વધુ રકમ ધરાવતા વિવિધ ટેરિફના વીજ ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. PGVCL દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકોએ હાલાકીથી બચવા માટે પોતાના બાકી લેણાં તાત્કાલિક ભરી દેવા જોઈએ. જે ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, તેમણે હવે રિકનેક્શનની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ઓનલાઈન પેમેન્ટ કરવા અપીલ
પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ (UPI), નેટ બેન્કિંગ અથવા બેંક એપ્લિકેશન જેવી ઓનલાઈન સુવિધાઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા બિલ ભરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવાથી ગ્રાહકો ડિસકનેક્શન જેવી કડક કાર્યવાહીથી બચી શકશે.
કચ્છના ગ્રાઉન્ડ લેવલના સમાચાર માટે જોતા રહો Kutch Bulletin.
દરેક મહત્વની અપડેટ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારી WhatsApp ચેનલમાં જોડાવો.
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ