Kutch Bulletin: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી એક અનોખી 'મંદિર ચોર' ગેંગનો અમરેલી એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ તસ્કરો ચોરી કરવા માટે ગૂગલ મેપ (Google Maps) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એકાંતમાં આવેલા મંદિરોને ટાર્ગેટ કરતા હતા.
ગૂગલ મેપ પર લોકેશન શેર કરી કરતા રેકી
પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ગૂગલ મેપમાં ગામની બહાર આવેલા એકાંત મંદિરોના લોકેશન સર્ચ કરતા હતા. ત્યારબાદ આ લોકેશન એકબીજાને શેર કરી રેકી કરતા અને રાત્રિના સમયે ત્રાટકીને ચાંદીના છત્તર, મૂર્તિના આભૂષણો અને દાનપેટીની ચોરી કરી ફરાર થઈ જતા હતા.
મધ્યપ્રદેશના ૬ શખ્સોની ધરપકડ
પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના વતની અને હાલ સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરતા ૬ શખ્સોની ધરપકડ કરી છે:
- મલેશ ઉર્ફે કમીશ બામનીયા
- ગોપાલ ઉર્ફે ગુડીયો બામનીયા
- નરપતસિંહ સુભાન ગાવડ
- બાયસીંગ પારૂભાઇ અજનાર
- સીરદાર ઉર્ફે સરદાર મહેડા
- સુરેશભાઇ કાળીયાભાઇ બામનીયા
૧૮ જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
આ ટોળકી પકડાતા લાઠી, લીલીયા, વડીયા, દામનગર, જસદણ અને બાબરા પંથકના કુલ ૧૮ જેટલા મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગ પકડાતા ધાર્મિક સ્થળોએ ચોરીની ઘટનાઓ પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે.
વધુ વાંચો:
- કચ્છ ક્રાઈમ રાઉન્ડઅપ: છેતરપિંડી અને અકસ્માતની મોટી ઘટનાઓ
- ગાંધીધામમાં ₹૧૮૨ કરોડનું સાયબર કૌભાંડ: ૮ સામે ફરિયાદ
ગુજરાત અને કચ્છના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ